સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

કેશોદ માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે રાજુભાઇ કિકાણી

(કમલેશ જોષી દ્વારા) કેશોદ : કેશોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની એક બેઠક ચેરમેનની અધ્યક્ષતા હેઠળ મળેલી હતી આ બેઠકમાં કેશોદ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન તરીકે રાજુભાઇ કિકાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી નવનિયુકત વાઈસ ચેરમેન રાજુભાઈ કિકાંણી વ્યવસાયે સીંગદાણા ઘઉં મગફળીના વેપાર ધંધા સાથે સંકળાયેલા છે અને વેપારીઓની સમસ્યાઓથી સંપૂર્ણ માહિતગાર હોવાથી કેશોદ પંથકના વેપારીઓમાં ખુશી વ્યાપી ગઇ છે ધારાસભ્ય દેવાભાઇ માલમ પ્રવીણભાઇ ભાલાળા સહિતના આગેવાનોએ હાજર રહી હારતોરા કરી અભિનંદન આપ્યા હતા.

(12:44 pm IST)