સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

સુરેન્દ્રનગરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

વઢવાણ : સોનાપુરી રોડ ઉપર પાવર હાઉસની બાજુમાં કરતા (૧) બાબુભાઇ ઉર્ફે અગમ રામજીભાઇ રાઠોડ ઉવ.૨૭ ધંધો.મજુરી રહે. બરફના કારખાના પાસે સોનાપુરી રોડ, (ર) ઇમ્તીયાઝ ઉર્ફે અલ્તાફ ગુલામહુશેન મોવર ઉવ.૨૦ ધંધો મજુરી રહે.ખાટકીવાડ ટાવર પાસે (૩) રવિભાઇ જયંતીભાઇ ચોવસીયા દેવીપુજક ઉવ.૩૨ ધંધો.મજુરી રહે.સોનાપુરી રોડ, સુરેન્દ્રનગર વાળાઓને જાહેરમાં ગુદડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૦,૩૯૦/ તથા ગુદડીપાસા નંગ-૨ કી.રૂ.૦૦/- મળી કુલ રૂમ.૧૦,૩૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર તમામ આરોપીઓ વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. એલ.સી.બી. પો.ઇન્સ ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.કોન્સ. અજયસિંહ વિજયસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા ચમનલાલ જશરાજભાઇ એ રીતેની ટીમ દ્વારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(11:36 am IST)