સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

ભાવનગરમાં ૧૮૨, જસદણમાં ૮૮ પોઝીટીવ કેસ : ૩ના મોત

જામકંડોરણા પંથકમાં ૧૨ દિવસમાં ૨૭૨ કોરોના કેસ : જસદણના મામલતદારનો રિપોર્ટ પણ પોઝીટીવ

જસદણ : જસદણ મામલતદારનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાના ૨૦ કલાક પહેલાં જ મિટિંગમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની બાજુમાં બેઠા હતા.(તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)

રાજકોટ,તા.૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને દરરોજ પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે ભાવનગરમાં ૧૮૨, જસદણમાં ૮૮, જામકંડોરણા પંથકમાં ૧૨ દિવસમાં ૨૭૨ પોઝીટીવ કેસ નોંધાયા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામા વધુ ૧૨૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૦૪૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૫ પુરૂષ અને ૩૬ સ્ત્રી મળી કુલ ૮૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧, ભાવનગર તાલુકાનાં ભંડારીયા ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રામણકા ગામ ખાતે ૧, દ્યોદ્યા ખાતે ૩, તળાજા તાલુકાના ગોરખી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, પાલીતાણા ખાતે ૫, ઉમરાળા તાલુકાના વડોદ ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના દરેડ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંદ્યોળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૪, દ્યોદ્યા તાલુકાના નાના ખોખરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના અમરગઢ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૨, સિહોર ખાતે ૧, ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ધારડી ગામ ખાતે ૨, તળાજા તાલુકાના દેવલી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના નાની પાણીયારી ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જસદણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ : જસદણમાં ગઇકાલે વધુ ૮૮ કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં જસદણના મામલતદાર પારસ વાંદાનો કોરોનાનો રેપિડ ટેસ્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો.

આ અંગેની વિગતો મુજબ જસદણ મામલતદાર પારસ વાંદા ખાતાકીય પરીક્ષા આપવા માટે થોડા દિવસથી ગાંધીનગર ગયા હતા જયાં તેમની સાથેના એક વ્યકિતને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે મામલતદાર શ્રી પારસ વાંદા જસદણ આવ્યા બાદ સોમવારે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી, બ્લોક હેલ્થ ઓફિસર ડો.રામ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વહીવટી તંત્રની મિટિંગમાં મામલતદાર શ્રી પારસ વાંદા પણ હાજર રહ્યા હતા અને મિટિંગમાં મંત્રી બાવળિયાની બાજુમાં જ બેઠા હતા. મીટીંગ પૂર્ણ થયા બાદ વીરનગર હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ મામલતદાર પારસ વાંદા, બ્લોક હેલ્થ ઓફિસર ડો. સી. કે. રામ સહિતના વીરનગર શિવાનંદ મિશન હોસ્પિટલ ખાતે કાર્યરત કોવીડ કેર સેન્ટર ખાતે ઓકિસજન સહિતની ફેસેલીટી શરૂ કરવા માટે રૂબરૂ સ્થળ ઉપર જઈને સમીક્ષા કરી હતી. જોકે મામલતદાર શ્રી વાંદાને સામાન્ય લક્ષણો હોય હાલ તેમની તબિયત સ્વસ્થ છે. અને હોમ આઇસોલેટ થયા છે

જસદણ મામલતદાર જે બિલ્ડીંગમાં બેસે છે તે તાલુકા સેવાસદનમાં અન્ય અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે જે પૈકી અન્ય એક સરકારી કચેરીમાં પણ ત્રણ કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જસદણ સિવિલમાં બે વ્યકિતના કોરોનાથી મોત નીપજયા હતા. જયારે ગઈ કાલે જસદણના એક વ્યકિતનું રાજકોટ ખાતે મોત નિપજયું હતું. તાલુકાના ભાડલા ગામના એક વ્યકિતનું પણ ગઇકાલે મોત થયું હતું. આ ઉપરાંત જસદણમાં કુલ ૭૯૦ કોરોનના એકિટવ કેસ છે. જસદણ સિવિલમાં ૨૭ દર્દી કોવિદ હેઠળ સારવાર માટે દાખલ છે. જયારે જસદણ ખાનગી હોસ્પિટલ અને વિરનગર હોસ્પિટલ સહિતના સ્થળે ૪૦ થી વધુ દર્દી સારવારમાં છે. જયારે આઠ થી વધારે દર્દી રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.

જામકંડોરણા

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણાઃ હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે જામકંડોરણા તાલુકામાં છેલ્લા બાર દિવસમાં ૨૭૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ કોરોના સંક્રમણને પગલે જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન થવા માંડ્યુ છે. હાલ જામકંડોરણા શહેર તેમજ તાલુકાના મોટાભાદરા, રાયડી, ચિત્રાવડ, જામદાદર, સાજડીયાળી, ધોળીધાર ગામોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી આ લોકડાઉનમાં જોડાયા છે. જામકંડોરણામાં કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં હાલ ૩૮ દર્દીઓ થઇ સારવાર લઇ રહ્યા છે.

(11:04 am IST)