સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th April 2018

પોરબંદર દરિયા દેવ સોસાયટીની ૧૫ બહેનો સ્વરોજગારના રાષ્ટીય સંમેલનમાં જવા રવાના

પોરબંદર, તા.૧૪ : દરીયાદેવ ક્રેડીટ એન્ડ કન્ઝયુમર કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલિત ''સ્વરોજગાર'' પ્રોજેકટની ૧૫ બહેનો સ્વરોજગારના રાષ્ટ્રીય સંમલનમાં ભાગ લેવા નવી દિલ્હીના પ્રવાસે રવાના થયેલ છે. સ્વદેશી જાગરણ મંચ આયોજિત આ કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર શ્રીમતી સુમિત્રાબહેન મહાજન ઉપસ્થિત રહેવાના હોય તેમનું ત્યાં ખાતે સન્માન સોસાયટીના પ્રમુખ ભગવતી જોશી અને સ્વદેશી જાગણર મંચના પ્રાંત પ્રમુખ શ્રીમતી જયોતિબેન મસાણી સામેલ બહેનોના સાથ અને સહકારથી કરવાના છે...

સ્વરોજગારની જયોત સોસાગટીના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન ભાર્ગવભાઇની ભારે જહેમતથી સોસાયટીના સ્વરોજગાર પ્રોજેકટથી ૭૦૦ જેટલી બહેનો પોતાની રોજીરોટી રળે છે. યુવાનો, મહિલાઓ, વરીષ્ઠ નાગરીકો માટેની ભાર્ગવભાઇ જોશીની જહેમત અને દીર્ધ દ્રષ્ટી આજે એક વટવૃક્ષ જેવી બની ગઇ છે. આશરે ૨૩૩ જેટલા ઉત્પાદનોમાં સ્વરોજગાર પ્રોજકટની બહેનો કામ કરતી હોય, સોસાયટીના માત્ર મેનેજમેન્ટથી આજે આ કાર્ય પોરબંદરમાં દીપી ઉઠયું છે અને આજે નવી દિલ્હીમાં આ કાર્યની સુવાસ ફેલાઇ છે. સ્વદેશી જાગરણ મંચના પ્રાંત પ્રમુખ અને લાયોનેસ કલબના મહિલા પ્રમુખ શ્રી મતિ જ્યોતિબેન મસાણી અને ભાર્ગવભાઇ જોશી મહિલાઓની પ્રગતી માટે બંનેનું મહિલાઓ માટે જે સમર્પણ છે.

(11:37 am IST)