સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th April 2018

દેલવાડામાં શાંતિ ડહોળવાના પ્રયાસો સામે બંધ પળાયો : પ્રાંત કચેરીએ આવેદનપત્ર

ઉના, તા. ૧૪ : દેલવાડા ગામ સજ્જડબંધ રેલી કાઢી આવેદનપત્ર આપ્યુ. દેલવાડા ગામ બચાવ સમિતિ દ્વારા દેલવાડા ગામે થયેલ દબાણ જાહેર હિતને અડચણકર્તા ન હોય તેને સરકારનો નિયમ મુજબ આકરણી કરી રેગ્યુલાઇઝ કરવા તથા ખોટી રજુઆત કરી શાંતિ ડહોળવાના પ્રયાસ સામે પગલા ભરવા આવેદનપત્ર ગ્રામજનોએ પાઠવ્યું છે.

દેલવાડા ગામ બચાવ સમિતિના નેજા હેઠળ દેલવાડા ગામ સમસ્તમાં હિન્દુ-મુસ્લિમ સમાજના વિવિધ સામાજીક સંસ્થાઓ જ્ઞાતિ મંડળો તથા ચેમ્બર ઓફ કોમર્સ દેલવાડા, મુસ્લિમ પંચ ટ્રસ્ટ, કોળી જ્ઞાતિ દેલવાડા તથા દેલવાડાના ગામજનોએ મીટીંગ બોલાવી સર્વાનુમતે નક્કી કરેલ હતું કે દેલવાડા ગામને અમુક માણસો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ અરજી કરી ગામને બાનમાં રાખી ગામની શાંતિ ડોહળવાનો પ્રયત્ન કરે છે તથા ધાક-ધમકી આપી પૈસા પડાવાના કરસા કરે છે જે વખોડી કાઢી ગામનો રમેશ વંશ તથા તેમના મળતીયાઓ સામે પગલા લેવા એક આવેદનપત્ર તૈયાર કરી દેલવાડા ગામ સજ્જડબંધ પાળ્યું હતું.

તમામ વેપારીઓ, લારી, ગલ્લાઓ વાળા, પાનની દુકાનો સજ્જડબંધ રહી હતી અને વેપારીઓ આગેવાનો ૧૦૦ થી વધુ લોકો ઉના આવી ઉના પ્રાંત કચેરીએ આવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ કે દેલવાડાનું ગ્રામ પંચાયત હસ્તકનું ગામતળ સીટી સર્વેમાં સમાવેશ કરેલ છે દરેક મિલ્કતની માપણી પ્રોપર્ટી કાર્ડ આપેલ છે ઘણા મકાનો ૧૦૦ વરસ જુના હોય પાડી નવા બાંધકામ કરાતા હોય છે તેમજ જે લોકોએ દબાણ કરેલ હોય તેનું સીટી સર્વે કચેરીના રેકર્ડ મુજબ ખરાઇ કરી અને ખરેખર દબાણ હોય જાહેર હીતને ચડચણકર્તા ન હોય તેને સરકારશ્રીના નિયમ મુજબ દંડ, ભાડુ લઇ રેગ્યુલરાઇઝ કરી આપવા જોઇએ જે અડચણરૂપ હોય તેને દૂર કરવું જોઇએ.

(10:18 am IST)