સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

શાપર - વેરાવળમાં એલસીબીએ બે સ્થળેથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

અનીલ જાની ૧૪ બોટલ તેમજ પ્રકાશ તથા અંકિતની ૫ બોટલ દારૂ સાથે ધરપકડ

રાજકોટ તા. ૧૪ : શાપર - વેરાવળમાં રૂરલ એલસીબીએ બે સ્થળે રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ૫૬,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

રાજકોટ પોલીસ અધિક્ષક અંતરિપ સૂદના માર્ગદર્શન હેઠળ હાલે ડી.જી.પી.તરફથી પ્રોહી જુગારઙ્ગ ઙ્ગડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના હે.કો. બ્રિજરાજસિંહ જાડેજા, પો. કોન્સ. બાલક્રુષ્ણભાઇ ત્રિવેદી, રાયધનભાઇ ડાંગર સહિતનો સ્ટાફ શાપર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હે.કો. બ્રિજરાજસિંહ જાડેજા ને મળેલ હકિકત આધારેઙ્ગ

આરોપી અનિલ ભાનુશંકરભાઇ જાની રહે. ગુંદાસરા તા.ગોંડલ વાળાને ઇંગ્લીશ દારૂની ૧૪ બોટલ કિ.રૂ.૪,૯૦૦/- તથા મેસ્ટરો મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/- સહિત કુલ રૂ.૩૪,૯૦૦/-ના મુદામાલ સાથે બુધ્ધનગર પાસેથી ઝડપી પાડેલ.

બીજા દરોડામાં આરોપી પ્રકાશ ઉર્ફે ભાણો સોમાભાઇ વાઘેલા રહે. શીતળા મંદીર પારડી, અંકીત ઉર્ફે ચપુ બીપીનભાઇ વાઘેલા રહે. વેરાવળ(શા) બુધ્ધનગર તા.કો.સા વાળાઓને ઇંગ્લીશ દારૂની ૫ બોટલ કિ.રૂ.૧૭૫૦ મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦ સહિત કુલ રૂ.૨૧,૭૫૦ના મુદામાલ સાથે બંને આરોપીને શાંતિધામના પાટિયા પાસેથી ઝડપી પાડેલ છે. આમ બંને રેઇડ દરમ્યાન કુલ ત્રણ આરોપીઓને કુલ ૫૬,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી શાપર પો.સ્ટે સોંપેલ છે.

(1:42 pm IST)