સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

ગારીયાધાર પાલિકાની બજેટ બેઠક મુલત્વી રાખવા કોંગ્રેસની રજૂઆત

ગારીયાધાર, તા., ૧૪: પાલીકા ભાજપ દ્વારા સતાનું સુકાન સંભાળ્યું છે જેમાં હાલના તબકકે પ્રમુખ દ્વારા બોલાવવવામા૦ આવેલી બજેટ બેઠક અધિનિયમ પ્રમાણે ન હોવાથી ક બજેટ બેટક મુલત્વી રાખવા ડુુેપ્યુટી કલેકટરને પત્ર પાઠવી કોંગ્રેસ દ્વારા માંગણી કરી છે.

સદસ્યો દ્વારા બજેટ બેઠક મુલત્વી રાખવા માટે ૧૬ જેટલા મુદાઓ રજુ કરવામાં આવ્યા છે જેમાં બજેટ બેઠક સાથે અધિનિયમ કલમ ૫૧ (૩)નો ભંગ કરી સામાન્ય સભાના એજન્ડાઓ નિયત કરી ૧૧ તારીએ રજુ કરવામાં આવ્યા છે.

સામાન્ય સભા ન હોવા છતા ૧૧ તારીખે એજન્ડાઓ આપી ૧૫ મીએ સામાન્ય સભા નિયત કરવામાં આવેલ છે. જે ન.પા.ના અધિનિયમ કલમ ૫૧ (૩) નો ભંગ થાય છે દરખાસ્ત માટે સભ્યને આપવામાં આવતા ૧૦ સ્દવસોની અમલવારી ન થતી હોવાથી અને સામાન્ય સભાની જાણ કરવામાં આવી જ નથી.

સામાન્ય સભામાં અધિનિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી લેખીત આદેશ કરી એજન્ડાઓ પરત ખેંચી નવી તારીખ જાહેર કરવા કોંગ્રેસ ના સદસ્યોએ માંગણી કરી છે.

(12:49 pm IST)