સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

કીડીવાવની દિકરીઓએ દશાવ્યું 'કૌશલ્ય'

પ્રભાસપાટણઃ વેરાવળનાં કીડીવાવ (સીમાર) ગામે આવેલ વિનોબા વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાના મહિલા સંમેલનમાં સળગતી રીંગમાંથી પસાર થવું, સાથે શરીર ઉપરથી મોટર સાયકલ પણ પસાર કરી અશકત નારી શકિતનું દ્રષ્ટાંત પુરૂ પાડવા સહીત કરાટેના વિવિધ દાવપેચ રજુ કરી ઉપસ્થિત મહેમાનો અગ્રણીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કૌશલ્યને શૈક્ષણીક સંકુલના પ્રમુખ  જિલ્લા પંચાયતના સદસ્ય રામસિંહભાઇ ડોડીયા અને શિક્ષકોએ આવકાર્યુ હતું. તસ્વીરોમાં વિવિધ કરતબ રજુ કરતી છાત્રાઓ દર્શાય છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(12:34 pm IST)