સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

સુત્રાપાડાના બારૂલા ગામે આર્મીમેન કરશનભાઇ નોકરી પુર્ણ કરી આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત

સુત્રાપાડાના બારૂલા ગામે આર્મીમેન કરશનભાઇ નોકરી પુર્ણ કરી આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત

સુત્રાપાડાના બારૂલા ગામના જવાન કરશનભાઇ બામણીયા લશ્કર (આર્મીમાં) યશસ્વી ફરજ બજાવી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા જવાન કરશનભાઇનું હારતોરા કરી બેન્ડવાજાની સુરાવલીઓ સાથે ભારતમાતાના જયઘોષ સાથે સ્વાગત કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

પ્રભાસ પાટણ તા.૧૪: સુત્રાપાડા તાલુકાનાં બરૂલા ગામના કરશનભાઇ તેની બામણીયા માતૃભૂમીની રક્ષા કાજે તા.ર-૮-૧૯૯૯માં આર્મીમાં જોડાયેલ હતા અને તેઓએ માં ભોમની રક્ષા કાજે ખુબજ દુર્ગમ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવેલ છે. જમ્મુ કાશ્મીરનાં લેહ-લદાખ સહિત અનેક વિસ્તારોમાં નોકરી કરેલ જયાં -૩૮ થી -૪૦ ડીગ્રી સખત ઠંડીમાં ફરજ બજાવેલ. તેમજ રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરીયાણા સહિત અનેક વિસ્તારોમાં ખુબજ નિષ્ઠાપૂર્વકની ફરજ નિભાવેલ હતી અને તા.૪-૩-ર૦૧૮ના રોજ નિવૃત થયા છે.

તેઓએ કુલ ૧૮ વર્ષ ૬ માસ અને ૧૭ દિવસ માં ભોમની સેવા કરેલ અને જયારે તેઓ પોતાનાં ગામમાં પધારેલ ત્યારે તેમના પરીવાર અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત અને સન્માન કરેલ.

પ્રથમ વેરાવળ તાલુકાનાં ભાલકા મુકામે ફટાકડાની રમઝટ અને બેન્ડવાજા સાથે નાની બાળાઓએ કળશ સાથે સ્વાગત કરેલ અને ત્યારબાદ સુત્રાપાડાના બરૂલા ગામે સમસ્ત ગામ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરેલ અને ભારત માતાનો જયઘોશ બોલાવેલ.

કરશનભાઇના પરીવારજનો પણ ખુબજ ખુશ થયેલ હતા અને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું તેઓ માતૃભૂમીની રક્ષામાં ૪૦ર બટાલીયન ભૂમીદળમાં હવાલદાર તરીકે નિવૃત થયેલ છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(12:22 pm IST)