સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

કોટડાસાંગાણીના ભાડવાથી નારણકા ચોકડી સુધીનો રસ્તો અતિબિસ્માર

કોટડાસાંગાણી તા. ૧૩ : ભાડવાથી રાજપરાઙ્ગનારણકા ચોકડી સુધીનો આઠ કિલોમીટરનો માર્ગ વર્ષોથીઙ્ગ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.

આ અંગે સ્થાનિક સરપંચો તથા રાજકીય આગેવાનો એ સરકાર મા અને ધારાસભ્ય ને અનેક વખત રજુઆત કરી હોવા છતા કોઇ પગલા નહી લેવાતા લોકોમા રોષ ફેલાયો છે અને આગેવાનોએ સરકારમા રોડ નવો બનાવાઈ તેવી કરેલી રજૂઆતો એળેગઈ હોય તેવુ લાગી રહ્યુ છે. કોટડાસાંગાણીના ભાડવાથી રાજપરાઙ્ગ નારણકા ચોકડીઙ્ગ સુધીનો આઠ કિલોમીટરનો માર્ગ અતિબિસ્માર હાલતમા હોવાથી વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

વાહન ચાલકો આ રસ્તે ચાલીને ત્રાસી ગયા છે તેમજઙ્ગઙ્ગ પંદરથી વધુ ગામના લોકો અને સરકારી સ્કૂલોમા નોકરી કરતા શિક્ષકો અપ ડાઉન કરતાઙ્ગ હોય તેમને પણ આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે કમનસીબે પંદરથી વધુ ગામ ના લોકો ને રાજકોટ તથા શાપર વેરાવળ જવા માટે આજ રસ્તે વાહન લઈનેઙ્ગ ચાલવુ પડે છેઙ્ગ ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકોને આ રસ્તા પર પસાર થવુ એક કોયડાનીઙ્ગ માફક બની ગયુ છે.ઙ્ગ આ રોડ પર વાહનોનીઙ્ગ અવરજવર પણ વધુ રહે છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ખરાબ રસ્તા ને કારણે અકસ્માતો પણ બહુ સર્જાઈ છે. અને નવા વાહનો આ રસ્તે ચાલીને ખખડધજઙ્ગ સ્થિતિ મા ફેરવાઈ જાય છે.

આજુબાજુ ના ગામ માઙ્ગ કોઈ આકસ્મિક ઘટનાઓ બને ત્યારેઙ્ગઈમરજન્સી સેવા ઓની ગાડીઓ ખરાબ રસ્તાને કારણે મોડી પહોંચે છે. હાલ તો આ માર્ગ ગાડા માર્ગ કરતા પણ ખરાબ છે સરકારમા કરાયેલી અનેક રજૂઆતો એળેગઈ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે જવાબદાર તંત્ર આ તરફ ધ્યાન દોરે તે જરૂરી બન્યુ છે.(૨૧.૬)

(10:37 am IST)