સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

ઉનામાં આમરણાંત ઉપવાસ આંદોલનમાં તબીયત લથડેલા ઉપવાસીને અમદાવાદ ખસેડાયો

ઉના, તા. ૧૪ : સાથણીની જમીનનો કબજો મેળવવા માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલ દલીત ખેડૂતોનો ૪થા દિવસે ૮ ખેડૂતોની તબીયત લથડાતા સરકારી દવાખાને સારવાર હેઠળ છે. ત્યારબાદ તબીયત થલડેલ એક ઉપવાસી રમેશ સરવૈયાને અમદાવાદ સારવાર માટે ખસેડાયો છે.

આંબેડકરજીની પ્રતિમા નીચે તાલુકાના મોઠા-સીમર-દુધાળાના દલિત ખેડૂતોને સરકારે સાથણીની જમીન ખેતી કરવા આપેલ તે ૧૯૭૩માં પાછી લઇ લેતા પરત આપવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર કેવલસિંહ રાઠોડની આગેવાની હેઠળ બેસેલ છે. ગઇકાલે રમેશભાઇ બાલુભાઇ સરવૈયા રે. મોટા સમખીયાળા વાળાની સ્થિતિ ગંભીર બનતા અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ખસેડલ છે. જયારે આજે ૪થા દિવસે વધુ ૮ દલીત ખેડુતો વીરાભાઇ ભોલાભાઇ સોંદરવા(મોઠા) સામતભાઇ નથુભાઇ સોંદરવા રે. મોઠા, અરજણાઇ અમરાભાઇ સોંદરવા (મોઠા), અમરાભાઇ નગાભાઇ સોંદરવા, જશાભાઇ કરશન વિજુડા, તેજાભાઇ રામાભાઇ સરવૈયા, માયાભાઇ રાઠોડને નબળાઇ આવતા શરીરમાં પાણી ઘટી જતા સરકારી હોસ્પિટલે લઇ સારવાર ચાલુ છે. (૮.૬)

(10:33 am IST)