સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

અમરેલીનાં મોટા આંકડીયામાં રૂપિયા આપી દીધા હોવા છતા પઠાણી ઉઘરાણી કરતા આપઘાતઃ ર સામે ગુન્હો

અમરેલી તા. ૧૪ :.. મોટા આંકડીયા ગામના લક્ષ્મણપરી ધીરૂભાઇ ગોસાઇ ઉ.૪૭ એ ગટી વલ્લભ બાવીસી, જીલુ દાના આહીર પાસેથી વ્યાજે પૈસા લીધેલ. જે પૈસા ચુકવી આપવા છતાં અવાનવાર પઠાણી ઉઘરાણી કરી. પૈસા નહીં ચૂકવે તો ભાઇને ધમકી આપી ભાણકીને ઉપાડી જવા ધમકી આપી મરી જવા મજબુર કરતા ઝેરી ટીકડા ખાઇ જતા મોત નિપજયાનું મનીષગીરી ગોસાઇએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

કાર પલ્ટી જતા શ્રમીકનું મોત

નાના માચીયાળા નજીક અમરેલી યાર્ડના વેપારી કામ અર્થ બહારગામથી પોતાની કાર લઇ અમરેલી પરત આવતા હતાં. ત્યારે અલ્ટો ફોર વીલ નં. જી. જે. ૧૪-ઇ-ર૪૦૪ નાં ચાલક યોગેશ હિંમતભાઇ દોમડીયાની કાર આડે રોજ આડું પડતા. ફોર વ્હીલ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા કારમાં બેઠેલાઓને નાની - મોટી ઇજાઓ કરી કારમાં બેઠેલ મજૂર રામલાભાઇનું મોત નિપજાવ્યાની પ્રવિણભાઇ પોપટભાઇ વાઘેલાએ કાર ચાલક સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોણવેલમાં દલાલીના પૈસા બાબતે બે જૂથ વચ્ચે સામસામી મારા મારી

ધારી તાલુકાના મોણવેલ ગામે સાર્દુળભાઇ રામભાઇ વાઘેલા ઉભેલ. ત્યાંથી રતિ વિનુ પરમાર નીકળતા ઉભા રખાવી વેચેલ બળદ બાબતે દલાલીના પૈસા માંગતા ના પાડી ઉશ્કેઇ ગાળો બોલી પથ્થર અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્યાની ધારી  પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે રતીભાઇ વિનુભાઇ પરમારને સાર્દુળ રામ વાઘેલાએ ઉશ્કેરાઇ ગાળોબોલી પથ્થર અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ખાંભાના પીપળવામાં પ્રૌઢ પર હુમલો

ખાંભા તાલુકાના પીપળવામાં કેશુભાઇ બચુભાઇ ચારોલીયા ઉ.પ૦ તેમના પત્નિને બુધાભાઇ ના ઘરે લગ્ન પ્રસંગે કામ કરવા કહેલ, જે અજુ બીજલ તથ ભરત હકુને સારૂ નહીં લાગતાં. ગાળોબોલી કુહાડી વડે માર મારી ઇજા કરી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:14 pm IST)