સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

પોરબંદર પાસે અકસ્માત બાદ સાઇડમાં રાખેલ બાઇક ચોરી જનાર ઝડપાયો

પોરબંદર, તા., ૧૪: નજીકના કિંદરખેડા મોઢવાડા રોડ ઉપર અકસ્માત થયેલ જે બાબત ફરીયાદી લખમણ લીલા ઓડેદરા બગવદર પોલીસ સ્ટેશનમાં આ બાબત જાણ કરેલ ત્યાર બાદ આ મોટર સાયકલ રોડની સાઇડમાં રાખવામાં આવેલ ત્યારે આ મોટર સાયકલ જીજે૧૦-પ૭૪૩નંબરનું કોઇ ચોરી કરી લઇ ગયેલ જે બાબત બગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ આ મોટર સાયકલ આરોપી ગોદર છનાભાઇ લોધા (ઉ.વ.૪૦) રહેવાસી જોગવડ આશાપુરા હોટલ પાછળ તાલુકો લાલપુર જીલ્લો જામનગર આ આરોપીને જામનગર એલસીબીએ ઝડપી પાડેલ છે.

આ મોટર સાયકલ હિરો હોન્ડા સ્પેન્ડર બગવદર પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલું હોવાથી જામનગર એલસીબીએ બગવદર પોલીસને જાણ કરતા બગવદર પોલીસે જામનગર આરોપીને તેમજ મોટર સાયકલ સાથે બગવદર પોલીસ સ્ટેશને લઇ આવેલ આ ગુનાની તપાસ બગવદર પોલીસ ચલાવી રહેલ છે આરોપીને અટક કરેલ છે.

(1:13 pm IST)