સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

જુનાગઢના બે માથાભારે બુટલેગરોને પાસાના પીંજરે પુરતા રેન્જ ડીઆઇજી પવાર

બંને ઇસમો સામે અગાઉ પણ પાસા થયેલ છતા નહિ સુધરતા ફરી કડક પગલા ભરાયા

જુનાગઢ, તા.૧૪: શહેર જિલ્લામાં સુલેહ શાંતિ જાળવવાના હેતુથી જિલ્લામાં શહેરમાં અવારનવાર ગેર કાનુની દારૂ-જુગાર જેવી બદી આચરવામાં મશગુલ રહેતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સુચના રેન્જ ડીઆઇજી મનિંદર પ્રતાપસિંહ પવારે આપી હતી.

આ સુચનાના પગલે જૂનાગઢ દોલતપરા ખાતે રહેતા સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર (ઉ.વ.૩૨) રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ખુન ની કોશિશ, ધાડ, અપહરણ, હથિયાર ધારા, ધમકી, પોલીસ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટ, એટ્રીસીટી, વિગેરે જેવા કુલ ૧૬ થી ૧૭ ગુનાઓમાં સંડોવાયેલ હોય અને તાજેતરમાં ધાડના ગુનામાં સંડોવાયેલ હતો. એ જ રીતે ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર (ઉ.વ. ૩૨) રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર રકમના મુદામાલના કુલ ચાર થી પાંચ ગુનાઓમાં સંડોવાયેલ ઉપરાંત આ માથાભારે આરોપી વિરુદ્ઘમાં ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવામાં આવેલ હતા. તેમ છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હતુ.ં ર્ંજિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઇચા. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈ તથા સ્ટાફના પો.કોન્સ. વિકાસભાઈ, ભૂપતસિંહ, વિક્રમસિંહ, અનકભાઈ, મોહસીનભાઈ, સહિતના સ્ટાફે અતિ ગુપ્તતા જાળવી પાસા દરખાસ્ત તૈયાર કરી, (૧) સાંગા કારાભાઈ ગોજીયા  તથા (૨) ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર વિરૂધ્ધ પાસા ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી, ર્ંજિલ્લા પોલીસ વડા મારફતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સૌરભ પારદ્યી સમક્ષ મોકર્લીં આપતા,  જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા ધારા મુજબ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ હતું.

જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારદ્યી દ્વારા સામાવાળા (૧) સાંગા કારાભાઈ ગોજીયા (૨) ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર જૂનાગઢ વિરૂધ્ધમાં પાસા ધારા હેઠળ વોરંટના આધારે નાઈટ દરમિયાન જ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઇચા. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈ, પીએસઆઇ પી.જે.રામાણી તથા સ્ટાફના પો.કોન્સ. વિકાસભાઈ, ભૂપતસિંહ, વિક્રમસિંહ, અનકભાઈ, મોહસીનભાઈ, સહિતની ટીમ દ્વારા તાત્કાલિક તેની બજવણી કરી બંનેની પાસા હેઠળ ધરપકડ કરી બંનેને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપેલ છે.

(1:08 pm IST)