સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

જેતપુરના જીથુડી હનુમાનજી મંદિરે રજતજયંતિ મહોત્સવ નિમિતે એપ્રિલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ

વ્યાસપીઠે કથાકાર જીજ્ઞેશદાદા બીરાજી કથાનું અમૃતપાન કરાવશેઃ તાલુકાના તમામ લોકો માટે ધુમાડાબંધ પ્રસાદીની વ્યવસ્થા

જેતપુર તા.૧૪ : શહેરના કેનાલકાંઠા વિસ્તારમાં આવેલ એક હજાર વર્ષ પૌરાણીક સ્વયંભુ જીથુડી હનુમાન મંદિરે  જે જીથુડીના ટીંબા તરીકે ઓળખાતુ અહીં દરરોજ ભકતોનો મેળાવળો જામે છે. શનિવારે દાદાના દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. મંદિરમાં પં વર્ષથી ગાદીપતી તરીકે સ્થાન સંભાળતા પૂ.શ્રીમ હંતશ્રી રામદયાલ દાસજી બાપુ એ જણાવેલ કે આ જગ્યા પૂ. શ્રી જગન્નાથજીબાપુ બાદ પ્રેમનાથબાપુ ત્યારબાદ શ્રી સર્જુદાસબાપુ, શ્રીરામચરણદાસજી બાપુ, શ્રી રામદાસબાપુ બાદ મને સેવાનો મોકો મળેલ છે.રી રામજી રજત જયંતી મહોત્સવ નિમિતે અહીં ભવ્યાતીભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુંઆયોજન આગામી તા.૧૭-૪-ર૦ શુક્રવારથી તા.ર૩-૪-ર૦ ગુરૂવારદરમિયાન કરવામાં આવનાર છે. જેમાં જુદા જુદા પ્રસંગો ધામધુમ પુર્વક  ઉજવાશે. સુપ્રસિધ્ધ કથાકાર જીજ્ઞેશદાદા (રાધે રાધે) વ્યાસપીઠે બીરાજી સંગીતમય કથાનું રસપાન બપોરે ર થી સાંજે ૭ દરમિયાન કરાવશે. બાદ દાંડીયારાસ, લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતવાણીનું આયોજન કરવામાં આવશે. જેમાં ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે.

સપ્તાહ દરમિયાન દરરોજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો માટે ધુમાડા બંધ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે.

મંદિરના મહંત પુ.શ્રી રામરૂપદાસજીબાપુએ સપ્તાહના આયોજન અંગે માહિતી આપતા જણાવેલ કે સપ્તાહ દરમિયાન પાંચ લાખથી પણ વધુ લોકો માટે તમામપ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.

ભારતભરમાંથી પીઠાધીપતી, સાધુ સંતો મહંતો તમામ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે. અહીં થોડા સમય પહેલા અતી મહારૂદ્ર યજ્ઞનું આયોજન થયેલ. ત્યારે કુંભમેળા જેવું વાતાવરણ બન્યુ હતુ. તેનો ૪ લાખથી પણ વધુ લોકોએ લાભ લીધેલ. આ જગ્યાની અંદરમાં શેઠ સગાળશાહ (ચેલૈયાધામ - બિલખા) આવે છે જયાં દરરોજ અન્નક્ષેત્ર ચાલે છે ત્યાં ૬ર ગામોના લોકોમ ાટે ધુમાડાબંધ સપ્તાહનું આયોજન થયેલ છે. ઉપરાંત ચિત્રકુટ અયોધ્યા રાજસ્થાન કાશી જનકપુર (નેપાલ) પણ આયોજન કરેલ છે.

અહીં ર૦૧૩થી વિશાળ જાનકી ગૌશાળાનું નિર્માણ થયેલ સપ્તાહમાં સેવા આપવા જેતપુર શહેર તાલુકા અમદાવાદ, સુરત, ભાવનગર, કચ્છ, સહિતના અનેક ગામોથી સેવકો સેવા બજાવશે. સપ્તાહના લાભ લેવા પધારવા તમામ લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(1:05 pm IST)