સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

ગોંડલના સોનલમાં આશ્રમ, બાંદરા ખાતે ૪૦ નવયુગલોના સમુહલગ્ન

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સરકારી લાભ આપવાની પ્રક્રિયા

રાજકોટ તા. ૧૪ : ગયા રવિવારે રોજશ્રી ઉગમ સેવા સમિતિ આયોજીત સર્વજ્ઞાતિ સમુહલગ્ન શ્રી ઉગમેશ્વર દેવ શ્રી સોનલમાં આશ્રમ બાંદરા તા. ગોંડલ મુકામે કુલ ૪૦ યુગલોના લગ્ન સંપન્ન થયેલ છે. સમુહલગ્નમાં સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પ્રવિણભાઇ મુછડીયા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, જિલ્લા સામાજીક ન્યાય સમિતિ ચેરમેન બાલુભાઇ વિંઝુડા તથા અન્ય મહાનુભવીઓએ હાજરી આપેલ હતી.

સમુહલગ્નમાં જોડાયેલ દરેક યુગલોને સરકારના સાત ફેરા સમુહલગ્ન યોજના અંતર્ગત રૂ. ૧૦૦૦૦ અને કુંવરબાઇ મામેરૂ યોજના અંતર્ગત રૂ. ૧૦૦૦૦ સહાય અને સમુહલગ્ન આયોજન સંસ્થાને કુલ રૂ. ૫૦,૦૦૦ સુધી સહાય લાભાર્થીને સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયમ મુજબ મળવાપાત્ર રકમ મળવાપાત્ર રહેશે. જે અંગેના અરજીફોર્મ સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત કર્મચારીઓ દ્વારા સ્થળ પર ભરાવવામાં આવેલ છે. તેમ રાજકોટ જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ અધિકારી એન.જે.પાણેરી જણાવે છે.

(11:40 am IST)