સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

ઉપલેટાનાં ડુમીયાણી ટોલ પ્લાઝા મુદ્દે આંદોલનને આમ આદમી પાર્ટીનો ટેકો : આવેદન

 ઉપલેટા, તા., ૧૩: ડુમીયાણી ટોલ પ્લાઝાના અસહય ભાવ વધારા સામે ઉપલેટા શહેર અને તાલુકાના જુદા જુદા તમામ વેપારી એસોસીએશનો તમામ સમાજો અનેક સામાજીક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ ડોકટરો વકીલો ઉદ્યોગપતિઓ વિગેરેના પ્રચંડ સમર્થન સાથે એક મજબુત જન આંદોલન ચાલી રહયું છે અને હવે આ આંદોલનમાં ધોરાજી શહેર અને તાલુકાની જનતાએ પણ જુકાવ્યું છે જેનાથી આ આંદોલન વધુ મજબુત બન્યું છે.

ઉપરોકત આંદોલનને અહીની આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપીને મામલતદારને આવેદનપત્ર આપેલ હતું. જેમાં મહિલા મોરચાના પ્રમુખ રાણીબેન આહીર, દિલીપભાઇ પંડયા (બાબા યાત્રા પ્રવાસ વાળા) સહીત પાર્ટીના હોેદેદારો કાર્યકરો અને મહિલાઓ જોડાયા હતા.

(11:40 am IST)