સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

ટંકારામાં મહર્ષિ દયાનંદના ઋષિ બોધોત્સવ નિમિતે કાલથી સામવેદ પારાયણ યજ્ઞનો પ્રારંભ

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની નિશ્રામાં

ટંકારા, તા. ૧૪ :. આર્યસમાજના સંસ્થાપક, અંધશ્રધ્ધા સામે જેહાદ જગાડનાર, વેદ-ધર્મનો પ્રચાર કરી લોકોને વેદ તરફ લોકોને પાછા વાળનાર 'સત્યાર્થ પ્રકાશ' દ્વારા લોકોમાં દેશભકિત તથા ક્રાંતિ જગાડનાર શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ તો ઋષિ બોધોત્સવ (મહાશિવરાત્રી) તા. ૨૦, ૨૧, ૨૨ ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી ઉજવાશે.

ઋષિ બોધોત્સવ પ્રસંગે સામવેદ પારાયણ યજ્ઞ કાલે તા. ૧૫ થી ૨૨ ફેબ્રુઆરીના યોજાશે. યજ્ઞના આચાર્ય શ્રી રામદેવ શાસ્ત્રી રહેશે.

કાર્યક્રમના અધ્યક્ષ પદમશ્રી ડો. પૂનમ સુરી, પ્રમુખ શ્રી ડી.એ.વી. કોલેજ પ્રબંધક સમિતિ અને ટ્રસ્ટી શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ રહેશે.

વિશિષ્ટ અતિથિ શ્રી આચાર્ય દેવવ્રતજી (મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત), પદ્મભૂષણ શ્રી ધર્મપાલજી (એમ.ડી.એચ. ઉદ્યોગપતિ), શ્રી સુરેન્દ્રકુમાર શર્મા-મંત્રી આર્ય પ્રતિનિધિ સભા ઉપસ્થિત રહેશે.

શ્રધ્ધાંજલી સભા શિવરાત્રીના રોજ શ્રી સુરેશચંદ્ર અગ્રવાલ (પ્રમુખશ્રી ગુજરાત આર્ય પ્રતિનિધિ સભા)ના અધ્યક્ષ સ્થાને યોજાશે.

ઋષિ બોધોત્સવમાં સંસદ - સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરા, ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજા, ડો. વલ્લભભાઈ કથીરીયા, પ્રવિણભાઈ પટેલ તથા જયસુખભાઈ પટેલ, અજન્ટા ગ્રુપ ઈફકોના ચેરમેન શ્રી વાઘજીભાઈ બોડા, મહાદેવભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, બટુકભાઈ પાંચોટીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ઋષિ બોધોત્સવમા ભાગ લેવા માટે ભારતભરમાંથી આર્ય સમાજીઓ પધારશે. તેમને જમવા તથા રહેવાની સુવિધા ટ્રસ્ટ દ્વારા અપાશે.

આચાર્ય રામદેવજી વ્યવસ્થાપક રમેશભાઈ મહેતા, ઉપદેશક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો દ્વારા દિવસ-રાત તૈયાર થઈ રહેલ છે.

શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ-ટંકારાના પ્રમુખ શ્રી શિવરાજવતી - આર્યા તથા મહામંત્રી રામનાથ સહગલ દ્વારા સપરિવાર પધારવા આર્યજનોને આમંત્રણ છે.

(11:33 am IST)