સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

માણાવદરમાં ગણેશ મંદિરેથી સંતપંચ પરમેશ્વર જમાતના સાધુઓની વિદાય

૧ર દિવસના રોકાણની ઐતિહાસીક ઘટનાઃ રોજ ગોલા પૂજન મહાપ્રસાદ યોજાયેલ

 માણાવદર તા. ૧૪ :.. અહીંના ગણેશ મંદિરે શ્રી સંતપંચપરમેશ્વર ઉદાસીન જમાતના દિવ્ય સાધુ સંતોની જમાત આમ તો દર ૧ર વર્ષે એક વખત પધરામણી કરવા આવે તેને ગણેશ ંમંદિરના મહંત આનંદાસબાપુ એ ૧ર દિવસ રોકાણનું નિમંત્રણ આપી ઐતિહાસીક ઘટના ગણાવી છે.

આ ઉદાસીન જમાતના સાધુ સંતો દેશભરમાં સતત પરીભ્રમણ કરી હિન્દુ સંસ્કૃતીના ધર્મ-કર્મનો પ્રચાર કરી જીવંત રાખવાની કામગીરી કરે છે તેઓ ના દર્શન દુર્લભ હોય છે. કેમ કે આ સંતો ખાસ કુંભ મેળા વખતે જ જોવા મળે છે તે ઘર બેઠા માણાવદર તાલુકાની જનતા ને દર્શનનો લાભ મળે તે માટે રોકાણ કરેલ.

આ જમાતના મહંત શ્રી મહેશ્વરદાસજીના હસ્તે અતિ પ્રાચીન રપ૦ વર્ષ જુના શ્રી ચંદ ભગવાનના હસ્તે સિધ્ધ થયેલ. શ્રી ગોલા સાહેબનું પૂજન શ્રી મહંતશ્રી થયેલ તે પૂજનમાં  મહંતશ્રી આનંદાસબાપુ એ કરેલ દરરોજ મહાપ્રસાદ, ભજન-કિર્તન થયેલ તાલુકા વિરની જનતાએ અનેરો લાભ લીધો હતો.

(11:31 am IST)