સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

હળવદમાં દિવ્યાંગોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરતની ટીમ ચેમ્પિયન : ગુજરાત ભરમાંથી ૧૨ ટીમોએ ભાગ લીધો

હળદ, તા. ૧૪ : અહીં આવેલ શ્રી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત દિવ્યાંગો માટે દિવસીય ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત ના અલગ અલગ જીલ્લામાં થી ૧૨   ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં સુરત અને કચ્છ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમા કચ્છ ઇલેવન એ દસ ઓવરમાં ૧૩૩ રનનો ટારગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા સુરતે ૯ મી ઓવરમાં ૧૩૪ રન બનાવી લેતા સુરતની ટીમ ચેમ્પિયન બની હતી, આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના હસ્તે  એનાયત કરવામાં આવ્યા હતા રનર્સપ ટીમ ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર જીતુભાઈ જોષી ના હસ્તે એનાયત કરવામાં આવી હતી, મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, અન્ય ઈનામો જેવાકે બેસ્ટ કોમેન્ટેટર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર, બેસ્ટ સ્કોરર, સ્પોર્ટર, સ્પોનસર,સહીતાના ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, આ પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર મેચ દરમિયાન લાઈવ કોમેન્ટરી કરવામાં આવી હતી, સમગ્ર ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જીતુભાઈ જોષી,વિજયભાઈ જોષી,અમર્ત ભાઈ,કિશોરભાઈ નારદાણી, તથા સ્ટાફ અને યુવકોએ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે હળવદ ખાતે યોજાયેલી બે દિવસીય દિવ્યાંગ ની ક્રિકેટ ટુર્નામેન્ટ માં જુદી જુદી બાર ટીમોએ હર્ષ ભેર ભાગ લીધો હતો જેમાં જુદી જુદી ટીમના ૧૩ થી વધુ ખેલાડીઓ તો અન્ય દેશોમાં પણ ક્રિકેટ રમી દેશને ગૌરવ અપાવ્યું છે સાથે જ ઇન્ટરનેશનલ રાઈફલ સુટરમા દુબઇ ખાતે પ્રથમ નંબર મેળવનાર દિવ્યાંગ ઈલીયાસભાઈ વોરા, હરીયાણા પંચ કુલા ખાતે ૧૦૦ મીટર દોડમાં નવસારીના વાઘેલા દિપકભાઈ, છતીસગઢ ના રાયપુમા સી.પી ગ્રુપમાં નેસનલ એથેલેકટીવ ગોલ્ડ મેડલ મેળવનાર સતિષભાઈ રાણાનુ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.

(11:23 am IST)