સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

પૂ.મોરારીબાપૂની નિશ્રામાં કાગધામ-મજાદરમાં કાગ ઉત્સવઃ એવોર્ડ અર્પણ વિધી

ભાવનગર-કુંઢેલી,તા.૧૪: પ્રતિવર્ષ કાગબાપુની પાવન કર્મભૂમિ કાગધામ- મજાદર ખાતે કાગબાપુની પુણ્યતિથિ, ફાગણ સુદ ચોથના દિવસે પૂ.મોરારિબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેમાં 'કાગના ફળિયે કાગની વાતું', કાગ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી-અનામી કલાકારો દ્વારા કાગવાણીની પ્રસ્તુતિ થાય છે.

ચાલુ વર્ષની કાગબાપુની ૪૩ મી પુણ્યતિથિ નિમિત્ત્।ે ઘોષિત થયેલ કાર્યક્રમ મુજબ ૨૭/૨/૨૦૨૦ ના બપોરે ૩ થી સાંજના ૬ સુધી મોરારિબાપુનાં સાનિધ્યમાં

'કાગના ફળિયે કાગની વાતું' વિષય અંતર્ગતઙ્ગ શ્રી પ્રભુદાન સુરૂ તથા શ્રી અરવિંદ બારોટના વકતવ્યો પ્રસ્તુત થશે. આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય, સંતવાણી અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સંભાળશે.રાત્રી ના સાડા આઠ કલાકે કાગ પરિવાર દ્વારા સહુ મહેમાનોનું સ્વાગત થશે.રાત્રે ૯ કલાકે પૂજય મોરારીબાપુના વરદ હસ્તે પ્રતિવર્ષ અપાતા એવોર્ડની પરંપરામાં આ વર્ષે દિવંગત સ્વ.નારણદાન સુરુનેઙ્ગ તેમ જ શ્રી અનુભા ગઢવીઙ્ગ શ્રી રતિલાલ નાથાલાલ દવે, શ્રી રાજભા ગઢવી(ગીર) તેમજ શ્રી ભંવરસિંહ સામોર (ચુરુ- રાજસ્થાન) ને આ વર્ષનાં કાગ એવોર્ડ અર્પણ થશે.

એવોર્ડ અર્પણ બાદ પૂજય મોરારી બાપુ દ્વારા પ્રાસંગિક વકતવ્ય રહેશે.રાત્રીના દસ કલાકે કાગવાણીની પ્રસ્તુતિ થશે.

આ પ્રસંગે કાગ પરિવાર દ્વારા સહુ લોક-સંસ્કૃતિ પ્રેમીઓ અને ભાવકોને પધારવા નિમંત્રણ પાઠવેલ છે.

(11:37 am IST)