સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

સુરેન્દ્રનગર જિ.ના ખેડૂતોએ કિસાન ક્રેડીટ કાર્ડ માટે બેંકનો સંપર્ક કરવો

લીંબડીમાં ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત શિબિર યોજાઇ

સુરેન્દ્રનગર,તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની  યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકારશ્રીની સુચના અનુસાર મુખ્ય કારોબારી અધિકારી પી.એમ.કિશાન, ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા જિલ્લાના ગ્રામ્ય કક્ષા સુધીના વહિવટીતંત્ર ખાસ સાંકળી લઈને સરકાર દ્વારા તમામ પીએમ કિસાન લાભાર્થીઓ તેમજ પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલ ખેડૂતો માટે સંસ્થાકીય ધિરાણ કિસાન ક્રેડીટ કાર્ડ પુરા પાડવાની ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે માટે  એક પાનાનું સરળ ફોર્મ તૈયાર કરેલ છે, જેની સાથે જમીનના રેકોર્ડ દસ્તાવેજની અને વાવેલા પાકની નકલ જ પુરી પાડવાની રહેશે તેમજ પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલ ખેડુતોને પણ કિસાન ક્રેડીટ કાર્ડ મળવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે લગત દસ્તાવેજ પુરા પાડવાના રહેશે,

વધુમાં જેઓએ કે.સી.સી. (ધિરાણ ધરાવે છે) તેવા ખેડુતો પોતાના પશુપાલન, મત્સ્યપાલન લગત બેંન્કમાં આપી વધારે ધિરાણ અંગે માંગણી કરી શકશે. આ ધિરાણમાં પ્રોસેસિંગ, દસ્તાવેજીકરણ, નિરીક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ તેમજ રૂપિયા ૩ લાખ સુધીની કે.સી.સી. લોન માટેના અન્ય સર્વીસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે. આ અર્થે જેઓ કિસાન ક્રેડીટ કાર્ડ ધરાવતા નથી, તેવા તમામ પી.એમ. કિસાન લાભાર્થી, અન્ય ખેડુત ખાતેદારશ્રી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલ ખેડુતોએ કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ મેળવવા માટે પોતાના નજીકની બેન્ક શાખાની મુલાકાત લેવાની રહેશે. તેમ વધુમાં જણાવાયું છે.

 શિબિર યોજાઇ

સુરેન્દ્રનગરઃ મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત  લીંબડી કૃષ્ણનગર ખાતે શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં દહેજ પ્રતિંબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી ડો.પૂજાબેન ડોડીયા, ફિલ્ડઓફીસરશ્રી આશાબેન દેસાઇ, કાઉન્સેલરશ્રી નિર્મળાબેન પનારા તથા મહિલા શકિત કેન્દ્રના જિલ્લા કોર્ડીનેટરશ્રી નેહાબેન પારેખ દ્વારા દ્યરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫,  અંતર્ગત ઘરેલું હિસાની વ્યાખ્યા, દ્યરેલું હિંસાના પ્રકાર, ફરિયાદ કયાં કરવી, તેમાં મળતા હક્કો તેમજ  મહિલા અને બાળ અધિકારીની કચેરીની કામગીરી સાથે પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટર અને  વ્હાલી દિકરી યોજના  વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. 

આ પ્રસંગે આભારવિધી કરીને ઉપસ્થિત લાભાર્થીને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં  લીંબડી કૃષ્ણનગર વિસ્તારના આંગણવાડીનો સ્ટાફ તથા સામાજિક કાર્યકરશ્રી લલિતભાઇ સોલંકી, હિતેષભાઈ સહિત લાભાર્થીઓ તેમજ ગ્રામજનો  ઉપસ્થિત રહયા હતા.(

(11:44 am IST)