સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

રાષ્ટ્રીય એકતામાં યોગદાન બદલ પુરસ્કાર માટે અરજીઓ કરવી

અમરેલી,તા.૧૪: કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ભારતની એકતા અને અખંડતામાં યોગદાન આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન એવા સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૦ છે. જે નાગરિકો/ સંગઠનો/ સંસ્થાઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડતાને પ્રોત્સાહિત કરવા નોંધપાત્ર કામગીરી કરી હોય તેઓ આ પુરસ્કાર માટે https://nationalunityawards.mha.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે. આ અંગે પાત્રતાની વિગતો તેમજ અન્ય જરૂરી માહિતી પણ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર આ પુરસ્કાર શરૂ કર્યા છે. આ પુરસ્કાર ખાસ અને પ્રેરણાદાયક વ્યકિતઓની ઓળખ પ્રદાન કરે છે, જેથી રાષ્ટ્રીય એકતા અને અખંડતાને પ્રોત્સાહન આપી શકાય છે. સાથે જ મજબૂત ભારતના મહત્વ પર પણ ભાર આપી શકાય.(

(10:06 am IST)