સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

જામનગરમાં વસતી ગણતરી અંતર્ગત તાલીમનો શુભારંભ

જામનગર,તા.૧૪:આગામી દિવસોમાં સમગ્ર ભારત દેશમાં વસતી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. યોજાનાર વસ્તીગણતરી એપ થકી પણ હાથ ધરવામાં આવશે જે પ્રક્રિયા નવી હોવાને કારણે તદુપરાંત ૨૦૨૦  અને ૨૧માં બે તબક્કામાં યોજાનાર આ વસ્તીગણતરી ચોકસાઈપૂર્વકની કાર્યપદ્ઘતિ સાથે અમલી બને તે માટે જામનગર ખાતે કલેકટર રવિશંકરના હસ્તે ચાર્જ ઓફિસરશ્રીઓ, સપોર્ટ સ્ટાફ અને ટેકનીકલ આસિસ્ટન્ટશ્રીઓ માટે બે-દિવસીય તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી  વસ્તી ગણતરી બે તબક્કામાં યોજાનાર છે જેમાં ૨૦૨૦માં પ્રથમ તબક્કામાં માત્ર દ્યરની ગણતરી કરવામાં આવશે, જયારે ત્યારબાદ ૨૦૨૧માં વસ્તીગણતરી હાથ ધરાશે.

આ તાલીમમાં માસ્ટર ટ્રેનર અને પ્રાંત અધિકારી લાલપુરશ્રી એ.યુ.જેઠવા દ્વારા તાલીમાર્થીઓને વસ્તીગણતરીના ઇતિહાસથી લઇ તબક્કાનુસાર કરવામાં આવનાર કામગીરી વિશે માહિતગાર કરાયા હતા.

આ તકે કલેકટરશ્રીએઙ્ગ તાલીમાર્થીઓનેઙ્ગ ડેટા ચોરીથી સાવધ રહેવા, અન્ય કોઈ લોકો દ્વારા ગેરમાર્ગે ન દોરાવા અને ટેકનિકલ બાબતો વિષે ધ્યાન રાખવા જેવી વિવિધ બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

તાલીમને વધુ સચોટ બનાવવા અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયાએ તાલીમાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપી તાલીમાર્થીઓને આ જહેમતભરી કામગીરીને સચોટ રીતે પરિપૂર્ણ કરવા ઉત્સાહ પૂરો પાડયો હતો.

આ તાલીમ વર્ગમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી , આઇ.એ.એસ.શ્રી સ્નેહલબેન,ઙ્ગજિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રીઙ્ગકરમુરઙ્ગવસ્તીગણતરીના નોડલ ઓફિસર શ્રી ગજેરા અને મોટી સંખ્યામાંઙ્ગતાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.(

(10:06 am IST)