સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

રાજુલાના વિસળીયા મુકામે શહિદ જવાન બાંભણિયાના સ્ટેચ્યુ અનાવરણ અને શહિદ વંદના કાર્યક્રમ યોજાયો

લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિતના કલાકારોએ લોક સાહિત્યની રસ લ્હાણ પીરશી

 રાજુલા,તા.૧૪: ગતવર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ ભારતીય સેનામાં ફરજ બજાવતા અને વિસળિયા ગામના વતની એવા વિર શહિદ પરેશભાઈ વીરાભાઇ બાંભણિયા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ત્યારે તેમની પ્રથમ પૂણ્યતિથિ પર તેમના પરિવાર તથા સમસ્ત ગામ દ્વારા શહિદ વંદના કાર્યક્રમ તથા ભવ્ય લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સવારે શહિદો અમર રહો ના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સંતો-મહંતો ના વરદહસ્તે સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા આસપાસના જવાનો, પોલીસ કર્મચારીઓ તથા સામાજિક રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે બાદ રાત્રી દરમિયાન ભવ્ય લોકડાયરો યોજાયો હતો.

લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક વિજય ગઢવી તથા બળવંત હરિયાણી અને સાગર બારોટ દ્વારા શહિદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી અને દેશભકિત તથા લોકસાહિત્યની વાતો તથા ભજનોની રમઝટ બોલાવી હતી.(

(10:05 am IST)