સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

લાઠી સરકારી હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પ સંપન્ન

દામનગર,તા.૧૪: લાઠીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.આર.મકવાણાના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન થયું હતું. જેમાં શ્રી મયુરભાઈ હીરપરા, ભરતભાઈ પાડા, મહેશભાઈ કોટડીયા, વિજયભાઈ યાદવ, ડો. દેથળીયા વગેરે પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી, બહોળી સંખ્યામાં સ્વયંભૂ આવેલ દાતાઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ હતું.

ઇમરજન્સીમાં જરૂરિયાત વાળા દર્દીઓને લાઠી માં જ લોહી પૂરતો જથ્થો અને સારવાર મળી રહે તેવા શુભ આશયથી આ કેમ્પની સાથે ગુરુશિબિરનું આયોજન કરી રકતદાન, તેની મહત્ત્।ા અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે તેની ઉપયોગીતા અને રકતદાન અંગે લોકજાગૃતિ વગેરે વિષયક આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમના આયોજન માં તાલુકા આરોગ્ય કચેરી લાઠીના કર્મચારીઓએ અગત્યનું યોગદાન આપ્યું હતું. તેમજ આવતી ૧૫ ફેબ્રઆરીના રોજ દામનગર ખાતે પણ આ પ્રકારે રકતદાન કેમ્પ નું આયોજન થનાર હોઈ તેમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપીલ ડો. મકવાણા દ્વારા કરેલ છે.(

(10:04 am IST)