સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના વિસીપરા વિસ્તારમાં છ શખ્સોને જાહેરમાં જુગાર રમતા મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   મળતી વિગત મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીગમાં હોય દરમિયાન વિસીપરા જાહેરમાં જુગાર રમતા ઈરફાનભાઈ વલીમામદ કટારીયા, સબીરભાઈ હુસૈનભાઈ જેડા, સાહ્ગીરભાઈ કાસમભાઈ કટિયા, અબ્દુલગફારભાઈ રહીમભાઈ ભટ્ટી, મહેબુબભાઈ અબ્દુલભાઈ ખલીફા અને ફારૂકભાઈ મેઘજીભાઈ પરમારને રોકડ રકમ રૂ.૨૯૨૦ સાથે ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:14 am IST)