સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

મોરબીના મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી આધેડને માર્યો : ધમકી દીધી

ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીના લાલબાગ મામલતદાર કચરી સામેના ગ્રાઉન્ડમાં આગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખી આધેડ અને સાહેદોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

  મળતી વિગત મુજબ મોરબીના જેતપર ગામે રહેતા રામજીભાઈ કાળાભાઈ પરમાર તથા સાહેદો મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં બેઠા હતા ત્યારે ફર્રીયાદી રામજીભાઈ પરમારે આરોપી રમેશભાઈ ખીમાભાઈ મકવાણાને કહેલ કે કેમ અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરેલ છે તેમ કહેતા આરોપી રમેશભાઈ ખીમાભાઈ મકવાણા, શારદાબેન ઉર્ફે મુળીબેન રમેશભાઈ મકવાણા, વસંતભાઈ રમેશભાઈ મકવાણા અને અનિલભાઈ રમેશભાઈ મકવાણાએ ફરિયાદી રમેશભાઈ પરમાર તથા સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(9:25 am IST)