સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th February 2019

તળાજાના છાપરી ગામે સ્વાઇન્ફ્લુથી એક વ્યકિતનું મૃત્યુ થતા ડોકટર દીકરાએ આખાય ગામની કાળજી લીધી

શિક્ષિત યુવાનો માટે પ્રેરણાદાયી ગામના યુવાનો ને એકઠા કરી ઉકાળો બનાવતા શીખવ્યો, સમજ આપી લોકોને પીતા કર્યા

ભાવનગર, તા.૧૪: નાનકડા ગામમાં બનતી કેટલીક સામાન્ય લાગતી બાબતો દેશ અને દુનિયાને પ્રેરણા આપતી વાત બની જતી હોય છે. આવોજ એક બનાવ તળાજા ના છાપરી ગામના વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાને લઈ સામે આવ્યો છે.

વાત એમ બની કે ગામના એક વૃધાને સ્વાઇન ફલૂ ભરખી ગયો. નાનકડા ગામમાં સ્વાઇન્ફ્લુ ના કારણે પ્રથમ મોત ને લઈ લોકો ફફડી ગયા હતા. પરંતુ સામાન્ય ખેડૂત પરિવાર ના વૈદ્ય બનેલ દીકરાએ તાત્કાલિક ગ્રામજનો ની તંદુરસ્તી જળવાય રહે. સ્વાઇન્ફ્લુ કે ઋતુજન્ય રોગ ન ફેલાય તે પોતાની જવાબદારી સમજીને ગામના ઉત્સાહી યુવાનોને એકઠા કરી ફલૂ સામે રક્ષણ આપતા ઘરગથ્થુ ઓહડિયાની સમજ આપી ઉકાળો બનાવતા શીખવી દીધું હતું.

વૈદ્ય પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા માટે ફરજ પરજતા પહેલા ગામના ચોરે યુવાનો દ્વારા તૈયાર થયેલ ઉકાળો પિતા જાય.

નાનકડા છાપરી ગામના શિક્ષિત યુવાને ગામનો યુવાન કોઈપણ ક્ષેત્રનો નિષ્ણાત હોય યા ગામને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેવો ઉત્તમ અન્યને પ્રેરણાદાયી દાખલો બેસાડયો છે.(૨૩.૯)

 

(11:43 am IST)