સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

શ્રી સોમનાથ મહાદેવને ૨૬ ધ્વજારોહણ

વેરાવળ : શ્રી સોમનાથ મંદિરમાં રાત્રીના રોશનીનો ઝગમગાટ જોવા મળે છે. (તસ્વીર : દિપક કક્કડ, વેરાવળ)

વેરાવળ તા. ૧૪ : વિશ્વનંુ પ્રથમ જયોેતીલીગ સોમનાથ મહાદેવ ના દર્શન વ્હેલી સવારે ૪ વાગ્યે ખુલેલ હતા ત્યારે હજારો શિવભકતો એ જય સોમનાથના નાદ સાથે ભોળાનાથ ના દર્શન કરવા દોટ મુકી હતી. સોમનાથ વેરાવળ સુત્રાપાડા સહીત ના વિસ્તારોમાં થી હજારો લોકો પગપાળા  આવી પહોચેલ હતા તેમાંથી અનેક લોકોએ ત્રીવેણીકાંઠે પવીત્ર જળ માથે ચડાવી દર્શનાર્થે ગયેલ હતા. સવારે થી અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા ઓમ નમ શિવાયના જાપ મંદિર બહાર પરીષરમાં શિવલીગની પ્રતિકૃતીના દર્શનાર્થેશિવભકતો ઉમટી પડેલ હતા.

આજે બપોરે ૧૨.૩૦ કલાકે મહામૃત્યુંજયયજ્ઞની પુર્ણાહુતિ થઇ હતી. અઢી લાખથી વધુ શિવ ભકતોએ ભોળા નાથનેશિશ નમાવેલ હતા આખું સોમનાથ પ્રભાસક્ષેત્ર ઓમ નવ  શિવાય ,હરહર મહાદેવ, જય સોમનાથના નાદ સાથે ગુંજીઉઠેલ હતું તેમજ હાલ ના ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના ધર્મપત્ની અજલીબેન રૂપાણી સવારે દર્શનાર્થે આવી પહોચેલ હતા.

ત્રીવેણી સંગમ,ગીતા મદિર, મહાપ્રભુજીની બેઠક, ભીડ ભજન  મહાદેવ, ભાલકાતિર્થ, વેરાવળના બિલેશ્વર મહાદેવ,અંબાજી મંદિર, કાશી વિશ્વનાથ સહીત વેરાવળ સુત્રાપાડા તાલુકાના ૩૦૦ થી પણ વધુ મંદિરો માં ભારેભીડઉમટી પડેલ હતી. સોમનાથ મંદિર શિવરાત્રીના દીવસે ર૬ થી વધુ ઘ્વજાઓ નોધાયેલ હતી.

એસ.પી હીતેષ જોઈસર દ્રારા શિવરાત્રીને અનુલક્ષીને શિવ ભકતોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે મંદિર માં ૩ ડીવાયએસપી,૪ પી.આઈ,૮ પીએસઆઈ,૧પ૦ થી વધુ પોલીસ કોન્ટેબલ,૧૦૦ એસ.આર.પી, જીઆરડી તેમજ સોમનાથ સીકયુરીટીએ વધારાની વ્યવસ્થા રખાયેલ હતી તેમજ દરીયાઈ વિસ્તારમાં રાઉન્ડ ધ કલાકે પેટ્રોલીગ રખાયેલ હતું. વહીવટી તંત્ર, નગરપાલિકા, આરોગ્ય સેવા તેમજ ચાર જગ્યાએ  સંસ્થાઓ દ્રારા ભોજન ભંડારાની વ્યવસ્થા રખાયેલ હતી તેમજ અનેક  સંસ્થાઓ તરફથી પાણીના પરબો ખુલ્લા મુકાયેલ હતા તેને શિવ ભકતોએ લાભ લીધો હતો .

        ભોય સમાજ દ્રારા વેરાવળ શારદા સોસાયટીમાં ભવ્ય શોભાયાત્રા નિકળેલ ૮૦ ફુટ રોડ ચંદ્રમોલેશ્વર મહાદેવ થી ભવ્ય શોભાયાત્રા સોમનાથ નિકળેલ હતી. આ બન્ને શોભાયાત્રા માં હજારો શિવ ભકતો  જોડાયેલ હતા. સોમનાથ પરીષરમાં આ પાલખી યાત્રા ફરેલ હતી ટ્રસ્ટ  તથાવહીવટી તંત્ર દ્રારા અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ચોપાટી ગ્રાઉન્ડ માં યોજાયેલ હતો તેને પણ શિવભકતો એ માળેલ હતો.

સોમનાથ મંદિર પાસે અલીગઢના જય સોમનાથ ટ્રાન્સપોર્ટ કંપનીના  માલીક અવધેશ ગુપ્તા છેલ્લા ૧૮ વર્ષથી શિવરાત્રી થી ૩ દિવસ સુધી  સોમનાથ આવતા યાત્રીકોને ભાવ પુર્વક જમાડે છે ૪પ થી પ૦ પરીવારનો સભ્યો અલીગઢથી ખાસ સોમનાથ આવી શિવરાત્રી અને પછીના બે દિસ સવારે ૭ થી રાત્રી ના ૧૦ વાગ્યા સુધી સૌને ચા પાણી ભોજન ફળહાર કરાવે છે અને પરીવાર સભ્યોજ સૌને ભાવ પુર્વક પીરસે છે ર૦ હજાર કેળા, ર૦૦ પેટી જામફળ, ૪૦ પેટી દ્રાશ, ૧પ૦૦ કીલો ચીકુ, ર૦૦કીલો માવો, ૧૪૦૦ કીલો ગાજર,૪૦ બોરી બટકા,ધઉ ૬૦૦ કીલો, તેલ રપ ડબ્બા, દેશી ધી ૪ ડબ્બા, બોર ૪ બોરી સરંજામથી વાનગીઓ બનાવી પિસાય હતી.

(12:40 pm IST)