ભુજનાં નિરોણા ગામે દ્વારકાના કોન્ટ્રાકટર હેમંત ચાવડાની કારને ટક્કર મારી હત્યાનો પ્રયાસ-સાઇટ ઉપર એરગનની અણીએ માલ સામાની લૂંટ
ભુજ તા. ૧૪ :.. નખત્રાણાના નિરોણા ગામે દેવભૂમિ દ્વારકાના કોન્ટ્રાકટર હેમંત ડાડુભાઇ ચાવડા (આહીર) કરણી માતા કાસ્ટ્રકશન દ્વારા લખાવાયેલી પોલીસ ફરીયાદે ચકચાર સર્જી છે.
છેલ્લા બે દિવસથી ચર્ચાતી આ ઘટના મોડે મોડે પોલીસ ચોપડે ચડી છે. તે મુજબ નિરોણા (તા. ભુજ) નાં અમરગઢ પાટીયા પાસે કરણી માતા કન્સ્ટ્રકશનની સાઇટ ઉપર નંબર પ્લેટ વગરની બોલેરો જીપમાં ત્રાટકેલા તસ્કરોએ મજૂરોને એરગન બતાવીને કમળ સિમેન્ટની ૭૦ બોરી, ૧૦ નંગ લોખંડ પ્લેટ, લોખંડ કટર, પ્લાસ્ટીકની ટાંકી સહિત ૭ર જહારના માલ સામાનની લૂંટ ચલાવાઇ હતી.
આ દરમ્યાન સાઇટ ઉપર કારમાં બેઠેલા ફરીયાદી હેમંત ડાડુભાઇ ચાવડા અને તેમના મિત્ર વિઠલ સવદાસભાઇ સીસોદીયાની સ્વીફટ કારનો પીછો કરી ને આ ધાડપાડુઓએ બોલેરો જીપથી પીછો કરીને હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની તપાસ નખત્રાણા પોલીસ કરી રહી છે.