સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th February 2018

જખૌ પાસે બોટ સાથે ૭ પાક.માછીમારો ઝડપાયા

ભુજ તા.૧૪: કચ્છની જળસીમાંએ ચોકી પહેરો કરતા કોસ્ટગાર્ડ ભારતની હદમાં ઘુસી આવેલા એક બોટ સાથે ૭ પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા. સતત ૧૦ કલાક પછી પ્રતિકૂળ હવામાન વચ્ચે આ ઘુસણ ખોરોને મોડી રાત્રે જખૌ બંદરે લાવીને વધુ પૂછપરછ હાથ ધરાઇ છે ઝડપાયેલા પાકિસ્તાની માછીમારોના નામ મુસ્તાક (ઉ.૩૦), અબ્દુલ અમીન (ઉ.૨૭), ફહદખાન (ઉ.૨૩), રોશન અલી (ઉ.૩૭),સૈયદ હુસેન (ઉ.૨૪), નોમન (ઉ.૧૮) મોહમ્મદ રમજાન (ઉ.૧૭) છે બોટ અલ હિલાલને પણ કબ્જે કરાઇ ચે એર સર્વેલન્સ દ્વારા નજર રાખતા કોસ્ટગાર્ડે આ કામગીરી કરવામાં સફળતા મેળવી છે.

(11:22 am IST)