સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th January 2021

ભાવનગરમાં તસ્કરોનો તરખાટ : વોરા બજારમાં જ્વેલરી શોપમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી: સીસીટીવીમાં તમામ ઘટના કેદ

ભાવનગર :શહેરના બજારમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના સહિતની મત્તા ઉઠાવીને પલાયન થયા હતા. મકરસંક્રાંતિ તહેવારની આગલી રાતે  શહેરના હાર્દ સમા ગણાતા વિસ્તાર એવા વોરા બજાર કે જ્યાં મોટાભાગના સોના-ચાંદીના વેપારીઓની દુકાનો આવેલી છે. જ્યાં મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્શો નિકાહ  જ્વેલરી નામની દુકાનમાં સટર તોડીને અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે રૂપિયા દસ લાખની મત્તા ઉઠાવી ને ફરાર થયા હતા.

સમગ્ર ઘટનાને લઇને પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે મકરસંક્રાંતિની રાત્રે શહેરની બજારોમાં આથી ભીડ જોવા મળતી હોય છે. તેમ છતાં તસ્કરો પોતાની કળા અજમાવી ગયા હોય તેવી ઘટના બની હતી.

ચોરીની ઘટના અંગે દુકાનદારને માલુમ પડતાં વેપારી દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ચોરી અંગેની ઘટનાની તપાસ હાથ ધરતાં દુકાનમાં રાખેલા સીસીટીવીમાં તમામ કરો જોવા મળ્યા હતા. જે અંગે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજની દિશામાં જેના તસ્કરોને ઝડપી લેવા તરફ પ્રગતિમાં કર્યા હતા.

(11:56 am IST)