News of Thursday, 14th January 2021
હળવદ મોરબી ચોકડી પર વધુ એક અકસ્માત સર્જાયો :ટ્રક પલટી ખાઈ જતા થયો ટ્રાફિક જામ
બાજુમાંથી પસાર થતી કારને નુકશાન : ટ્રક ડ્રાઈવરને ઇજા
હળવદની મોરબી ચોકડી પાસે વહેલી સવારે ટ્રક પસાર થઇ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાતા ટ્રક પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર,હળવદ મોરબી ચોકડી પર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે સવારે વધુ એક ટ્રક પલટી ખાઇ જતા બાજુમાથી પસાર થઇ રહી કારમા પણ નુકશાન થયુ હતુ જો કે વહેલી સવાર હોવાથી લોકોની અવર જવર નહી હોવાથી મોટી જાનહાની ટળી હતી ટ્રક ડ્રાઇવરને ઇજાઓ પહોચતા હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામા આવ્યો હતો.
(11:41 am IST)