સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

જોડિયાની સ્કૂલમાં વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :શિક્ષણ કાર્ય બંધ કરવાના આદેશ

વિદ્યાર્થીની મ્પસ હોવાથી શિક્ષણ કાર્ય એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે

જામનગરના જોડિયામાં વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં સોમવારથી 11 મહિના બાદ સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. કોરોના મહામારીને કારણે ઓનલાઇન ક્લાસ શરૂ હતા. શિક્ષણાધિકારીએ શિક્ષણ કાર્ય બંધ કરવાના આદેશ આપ્યા છે.

જોડિયાની હુન્નર શાળા હોસ્ટેલમાં પ્રવેશ કાર્યવાહી દરમિયાન ધોરણ 12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ વિદ્યાર્થિનીને કોરોના થતા તંત્ર દોડતુ થયુ છે. શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શિક્ષણ કાર્ય બંધ કરવાના આદેશ આપ્યા હતા.

શાળા શરૂ થયા બાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. જામનગરના ડીઇઓના જણાવ્યા અનુસાર બાળકી શાળાએ ગઇ નથી છતા એક જ કેમ્પસ હોવાથી શિક્ષણ કાર્ય એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવ્યુ છે.

 સોમવારથી કોરોનાની મહામારી બાદ રાજ્યમાં ધોરણ 10 અને 12 સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટના અંતિમ વર્ષમાં શિક્ષણ શરૂ થશે. રાજ્યમાં તમામ જિલ્લામાં શિક્ષણ કાર્ય શરૂ થયુ છે.
શિક્ષણ કાર્ય શરૂ થયા પહેલા જ અલગ અલગ સ્કૂલ અને કોલેજમાં સાવચેતીના પગલે સાફ સફાઇની સાથે સેનેટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દુર રાખવા માટે શાળા અને કોલેજમાં સેનેટાઈઝર, માસ્ક સહિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

(10:06 pm IST)