News of Thursday, 14th January 2021
મોરબીના શનાળા રોડ પર કારમાં આગ : સરદારબાગ નજીક પેટ્રોલપમ્પ સામે કારમાં આગ લાગતા દોડધામ
મારુતિ સ્વીફટ કારમાં આગ લાગી : ફાયરફાયટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
મોરબી શનાળા રોડ પર કારમાં આગ લાગી છે શનાળા રોડ પર સરદાર બાગ નજીક આવેલા પેટ્રોલ પમ્પની સામે જ કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે
જાણવા મળ્યા મુજબ GJ36 B 8139 નમ્બરની મારુતિ સ્વીફટ કારમાં આગ લાગી છેપેટ્રોલપંપ નજીક જ આગ લાગતા લોકોમાં ભય ફેલાયો છે આગની જાણ થતા ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે પેટ્રોલ પંપની આગ લાગ્યાથી 100 ફૂટનું જ અંતર છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કોઈ જાનહાની નથી .
(8:18 pm IST)