સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ વધુ ૪ આરોપીઓને ઝડપી લેવાયા

જુનાગઢ, તા. ૧૩ : પોલીસ મહાનિદેશકશ્રી અને સી. આઇ. ડી. ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરનાઓની સુચના અનુસાર રાજયમા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપી ઓ , વચગાળાના જામીન પર મુકત ફરાર આરોપીઓને તેમજ ગુન્હા ના કામે નાસતા ફરતા આરોપી ને પકડવા  જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ  પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક શ્રી રવીતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ જિલ્લામા પેરોલ જંપ આરોપી તથા વચગાળાના જામીન પર ના ફરાર આરોપીઓને તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ.

પેરોલ ફર્લોસ્કોડ નાપો.સબ. ઈન્સ. આર.એ. બેલીમ તથા એ.એસ.આઇ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. રમેશભાઈ માલમ તથા પો.હેડ કોન્સ સંજયભાઈ વઘેરા, પો.કોન્સ સંજયભાઈ ખોડભાયા એ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા શહેર વિસ્તારમાં આરોપીઓને શોધવા સારૂ પેટ્રોલીંગમા હતા બાતમી રાહે હકીકત મળેલ કે જૂનાગઢજેલમાંથી ૬ માસપહેલા વચગાળાના જમીન મેળવી ફરાર થયેલ આરોપી (૧) પ્રવિણ રૂડાભાઈ પરમારઉ.વ.૪૩ રે.બિલખા રોડ આંબેડકર નગર (૨) નિરવ વિનોદભાઈ વાડોદરા ઉ.વ ૨૩ રે.રામદેપરા (૩) મૂકેશ ઊર્ફે ભગા વાલજીભાઇ વઘેરા ઉ.વ.૩૦ રે. કડિયાવાડ (૪) મનસુખ વેલજીભાઇ ચુડાસમા ઉ.વ ૩૭ રે. ગોધાવાવની પાટીવાળાઓ જેલમાંથી વચગાળાના જામીન મેળવી છુટા થયેલ હતા મુદત પુરી થયે જેલમાં હાજર થવાનુ હતું પરંતુ જેલમાહાજર ન થઇ પોતાની મેળે ફરાર થઈ ગયા હતા હકીકત આધારે તેઓના રહેણાંક મકાને વોચ તપાસ મા રહેતાં ઉકત ચારેય આરોપી ઓ પોત પોતાના મકાનેથી મળી આવતા  તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે સોંેપવામાં આવેલ છે.

(1:26 pm IST)