સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

મકરસંક્રાંતિ પર્વ ઉપર સલામતી જાળવી ઉજવણી કરીએ

જૂનાગઢ તા. ૧૩ : આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના તહેવાર નિમિતે વિજ અકસ્માતો ન બને તે માટે જૂનાગઢ પીજીવીસીએલ એ સલામતી જાળવવા લોકોને અનુરોધ કર્યો છે.

મકરસંક્રાતિના પર્વ ઉપર સલામતી માટે પતંગ કે દોરીવીજળીના થાંભલા કે તારમાં ફસાઇ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહી,એવીજળીના તાર કે કેબલને અડશો નહી,એવીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહીંએતેમ કરવાથી વિજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાની,એતાર તુટી જવાની,એઅકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વિજળીના તાર અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નિવડી શકે છે.

ઉપરાંત ધાતુના તાર કે મેગ્નેટીક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહીં,એતેમ કરવાથી વિજળીના તારને અડકતા વિજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. નજીવી કિંમતના પતંગ માટે આપની કિંમતી જીંદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો,એચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં,એતેનાથી વિજળીના વાયર કપાઇ શકે જેથી અંધારપટ તેમજ વિજ અકસ્માત થઇ શકે છે. વિજવાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહીં તેમ જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરે જણાવ્યું છે.

(1:24 pm IST)