સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

જુનાગઢના પોસ્ટ એજન્ટ પિતા-પુત્રની છેતરપીંડીનો ભોગ બનતા મહિલાનો આપઘાત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૩ : જુનાગઢના ઠગ પોસ્ટ એજન્ટ પિતા-પુત્રની છેતરપીંડીનો ભોગ બનેલા એક મહિલાએ ગળાફાંસો ખાયને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાઢના પોસ્ટ વિભાગના એજન્ટ ભરત પરમાર અને તેના પુત્રએ રોકાણકારોના નાણા પોસ્ટમાં જમા કરાવાના બદલે ચાઉ કરી જઇ રૂ.૩૯ લાખથી વધુની છેતરપીંડી આચારી કરી આ અંગેની પોલીસ ફરીયાદ બાદ પોસ્ટ એજન્ટ તેના પરિવાર સામે જુનાગઢ છોડીને નાસી ગયો છે.

દરમ્યાન જુનાગઢના અંબેડકર  નગર વિસ્તારમાં રહેતા અજાયબેન પ્રવિણભાઇ મકવાણા (ઉ.૪૦) નામની મહિલાએ પોસ્ટ ઓફિસમં રૂ.પ૦ હજારનું રોકાણ કરેલ પરંતુ તેમની સમે છેતરપીંડી થઇ હોવાની જાણ થતા અજાયબેનને લાગી આવ્યું હતું.આથી ગઇકાલે બપોરના સમયે પોતાના ઘરે હુકમા ચુંદડી વડે લટકી જઇ ગળાફાંસો ખાયને મોતને મીઠુ કરી લીધું હતું.

આ અંગેની જાણ મૃતક મહિલાના પતિ પ્રવિણભાઇ દેવશીભાઇએ કરતા સી ડીવીઝન પોલીસે દોડી જઇ મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પીએસઆઇ વી.ક.ે ઉંજીયા ચલાવી રહ્યા છે.

(1:22 pm IST)