સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

તું કેમ મારી સાતે કતરાય છે તેમ કહી મોરબીમાં યુવાન પર છરી વડે હુમલો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧૩: ઇદ મસ્‍જીદ જૂના બસ સ્‍ટેશન પાછળ મચ્‍છી પીઠમાં રહેતા માજીદભાઇ બસીરભાઇ ભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તેના મિત્રો સાથે રોડ પર ઉભા હોય દરમિયાન આરોપી તૌફીક કરીમભાઇ પિંજારા રહે. લજાઇ વાળાએ આવીને કહેલ કે તુ કેમ મારી સામે કતરાય છે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલી તેની પાસેથી છરી વડે ઇજા કરી છાતીમાં એક ઘા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

(1:22 pm IST)