સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

જુનાગઢમાં આહિર મહિલા મંડળ દ્વારા આત્મનિર્ભર બનાવવા રપ સિલાઇ મશીન અર્પણ

જુનાગઢ તા.૧૩ :  જુનાગઢમાં આહિર મહિલા મંડળ દ્વારા તાજેતરમાં દાતાઓના સહયોગથી જરૂરીયાતમંદ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે રપ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ડો. સુભાષ એકેડેમીના ડ્રીમ હોલ ખાતે યોજાયેલા આ ત્રીજા તબકકાના કાર્યક્રમમાં આગેવાનોએ જણાવ્યુંહ તું કે સ્ત્રી એક શકિત છે. સ્ત્રી અને પુરૂષની સરખામણી કાદપી થઇશ કે નહી. સંસારૂપી રથના બંને પૈડા સમાન જ રાખવા જોઇએ.

કાર્યક્રમની અધ્યક્ષસ્થાનેથી મહિલા અગ્રણી મિતાબેન જવાહરભાઇ ચાવડાએ જણાવ્યુંહ તુંક ે, દાતાઓએ પોતાના લોહી પાણી એક કરીને કરેલી કમાણીમાંથી આ દાન અર્પણ કર્યુ છે. જેમાં લાભાર્થી મહિલાઓને વિનામૂલ્યે સિલાઇ મશીન આપવામાં આવે છે. તયારે આ સિલાઇ મશીનનો સદઉપયોગ કરીને પરિવારને મદદરૂપ થવા  અને બાળકોને ઉચ્ચશિક્ષણ આપવા તેમણે મહિલાઓને અનુરોધ કર્યો હતો. તમામ દાતાઓ વતી અગ્રણી રાજશીભાઇ આંબલીયાએ જણાવ્યું હતું કે, સમાજ ઉત્કર્ષના સારા કાર્યોમ ાટે જયારે પણ જરૂર પડશે ત્યારે દાતાઓ હંમેશા સમાજની પડખે ઉભા રહેશે. જયારે હરીકાંતભાઇ હેરભાએ પણ આવો જ સુર વ્યકત કરતા સમાજના સારા કાર્યો માટે દાતાઓના દ્વાર સમાજ માટે હંમેશા ખુલ્લા જ હોવાનું જણાવ્યું હતું. આહિર સમાજના મહિલા આગેવાનો પ્રજ્ઞાબેન આહિર પીએસઆઇ નર્મદાબેન આંબલીયા, પીએસઆઇ વાઘમશી મેડમ અને પીએસઆઇ સોનારા મેડમે તેઓએ જરૂર પડે ત્યાં મહિલા મંડળના બહેનોની સાથે રહેવાની ખાત્રી આપી હતી.

આયોજનના પ્રેરક અને લેઉવા પટેલ સમાજના અગ્રણી તથા સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, આહિર મહિલા મંડળનું આ કાર્ય અન્ય સમાજની સંસ્થાઓ માટે પ્રેરણાદાયી છે. જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના ઘણા સમયથી આવી કામગીરી કરે છે. અત્યાર સુધીમાં ૪પ૦૦ જેટલી બહેનોને સિલાઇ મશીન અર્પણ કર્યા છે. જેના થકી હજારો બહેનો રોજગારી મેળવી રહી છે. આ પ્રવૃતિમાં હવે આહિર મહિલા મંડળ પણ ખભેખભા મિલાવીને સાથે જોડાયુ છે. ત્યારે દરેક સમાજ પોતાના સમાજની બહેનો માટે આવા કાર્યો હાથ ધરીને દાતાઓ મારફત બહેનોને ઉત્કર્ષ કરે તેવી અપિલ તેમણે કરી હતી.

આ કાર્યક્રમમાં આહિર સમાજના મહિલા આગેવાન બાળરોગ નિષ્ણાંત ડો.હર્ષાબેન ગાધે, ઇન્દ્રાવાળા રાજુભાઇ ડાંગર, મસરીભાઇ બારીયા, રમેશભાઇ ડાંગર, ગોવિંદભાઇ સોલંકી, પ્રવિણભાઇ જોટવા વગેરેએ હાજરી આપી હતી.  કાર્યક્રમનું સંચાલન આહિર મહિલા મંડળના ઉપપ્રમુખ વનીતાબેન રાવલીયા દ્વારા કરાયું હતુ. મહિલા મંડળના બહેનો વર્ષાબેન હુંબલ, વનીતાબેન રાવલીયા, કુંદનબેન સોલંકી, કલ્પનાબેન જલુ, લક્ષ્મીબેન રાવલીયા અને રસીલાબેન કુવાડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(1:21 pm IST)