માળીયામાં સગીરાનું અપહરણ કરનાર સીપીઆઇ ટીમે ઝડપ્યો
મોરબી,તા.૧૩ : માળિયામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપ્યો માળિયા પંથકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે બનાવ અંગે તપાસ ચાલવતા સીપીઆઈ ટીમ દ્વારા આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેમોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ એમ કોઢિયાની ટીમ અપહરણના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં સગીરા અપહરણના ગુન્હામાં આરોપી સુખદેવ અરજણ દેગામાં (ઉ.વ.૨૫) રહે કુંભારિયા તા. માળિયા વાળો ધ્રાંગધ્રાથી હળવદ તરફ આવતા રોડ પર ઢવાણા ગામના પાટિયા પાસે હોવાની બાતમી મળતા સીપીઆઈ ટીમે આરોપીને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે અને આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે.