સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરોગ્ય વિભાગના વર્ગ-૩ ના તમામ કર્મચારીઓની હડતાલનો બીજો દિ'

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩પ૦ જેટલા આરોગ્ય વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ હડતાળમં જોડાયા હતા જેઓ આજે બીજા દિવસે પણ સજજડ રીતે હડતાલમાં જોડાયા છે.

ગઇકાલે જિલ્લા આરોગ્ય કર્મી મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ, કન્વીનર પ્રવીણભાઇ કણઝરીયા તથા મહામંત્રી રાકેશભાઇ કરમુર દ્વારા જિલ્લાના અધિકારીને આવેદનપત્ર અપ્યું હતું.

બે બે વખત રાજય સરકારે ખાતરી આપી હોવા છતાં પણ પડતર પ્રશ્નોનું તબકકાવાર નિરાકરણ કરવામાં આવ્યું ના હોય તથા આરોગ્ય કર્મચારીઓ સાથે છેતરપીંડી કરવામાંં આવી હોય તમામ કર્મચારીઓ અચોકકસની મુદતની હડતાલ પર જિલ્લાના કર્મચારીઓ જવાના હોય આ બાબતે નોંધ લેવા જણાવ્યુંહતું.

(1:15 pm IST)