જામનગરમાં ઘરમાંથી દિયરના ઘરેણાં ભરેલ જાકીટની ચોરી થઇ
જામનગર, તા.૧૩: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મરીયમબેન અફજલભાઈ નાખવા એ ફરીયાદ નોંધાવી છે કે, મુનાણા ફળી, પટણીવાડ, તેના કુટુંબીભાઈ સાબીરભાઈ બેલીમ ના લગ્ન પ્રસંગ પૂર્ણ કરી તેમના ઘરે આવેલ અને તેમના દિયર સામીરભાઈ હનીફભાઈ એપહેરેલ સોનાનો ચેન તથા વીટી તથા તેમનો સેમસંગ નો મોબાઈલ તેના જાકીટમાં રાખી ફરીયાદી મરીયમબેનને આપેલ અને તે જાકીટ રૂમમા રાખી મોડી રાત્રીના સૂઈ ગયેલ હોય અને આરોપી નવાજખાન પઠાણ રાત્રીના સમયે ચોરી છુપેથી આવી ઘરમાં પ્રવેશ કરી જાકીટમાં રાખેલ એક સોનાનો ચેન જેની કિંમત રૂ.આ.૩૦,૦૦૦/– તથા એક વીટી જેની કિંમત રૂ.આ.૯૦૦૦/– અને સેમસંગ કંપની જે–૭ કિંમત રૂ.આ.૧૦૦૦/– મોબાઈલ મળી કુલ રૂ.૪૦,૦૦૦/– ની વસ્તુ વાળુ જાકીટ ચોરી કરી નાશી જઈ ગુનો કરેલ છે
સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના કોન્સ. અજયસિંહ મહાવીરસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, ખોડીયાર કોલોની, બ્રાહ્મણ બોડીંગ પાસે, આરોપી કિશનસિંહ શીવસિંહ ચૌહાણે, ગેરકાયદેસર રીતે પ્લાસ્ટીકના દોરા માંઝાનું વેચાણ કરી પોતાના કબ્જાની દુકાનમાં પ્લાસ્ટીકના દોરા નંગ–૬, જેની કિંમત રૂ.૧પ૦/– લેખે કુલ ૬ દોરા માંજાની કિંમત રૂ.૯૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
સાંઈ બેકર્સ નામની દુકાનમાં, આરોપી સુરેશભાઈ સેજુમલ જાગીયાણી, હલકી કવોલીટી વાળા બનાવટના વેચાણ ઉપર પ્રતિબંધ હોય તેમ છતા ગેરકાયદેસર રીતે પ્લાસ્ટીકના દોરા માંઝાનું વેચાણ કરી પોતાના કબ્જાની દુકાનમાં પ્લાસ્ટીકના દોરા નંગ–૪, જેની કિંમત રૂ.૧પ૦/– લેખે કુલ ૪ દોરા માંજાની કિંમત રૂ.૬૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ગેરેજમાંથી કેબલની ચોરી
પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ સીઘ્ધપુરા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા ટાટા કાર્ગો મોટર્સ સામેની શેરીમાં નારાયણ વેલ્ડીંગ વકર્સ ગેરેજમાં રાખેલ ત્રણેય વેલ્ડીંગ મશીનનો કેબલ આશરે ૧રપ મી.િંકમત રૂ.ર૦,૦૦૦/નો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
દરેડમાં ૧૪ બોટલ સાથે ઝડપાયો
પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. કરણસિંહ ગોપાલસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ જી.આઈ.ડી.સી. એપલ ગેટ–ર પાસે શ્રી કારખાના સામે જાહેરમાં આરોપી પારસ મુકુંદભાઈ પીપરીયા, દારૂની મેકડોવેલ્સ નં.૧ બોટલ નંગ–૧૪, કિંમત રૂ.૭૦૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.