સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

સૌરાષ્ટ્રમાં અનેરા ઉત્સાહ સાથે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ

વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ચેક કરી સેનેટરાઇઝ બાદ શાળામાં પ્રવેશ અપાયો : સોશ્યલ ડિસ્ટન્સથી વિદ્યાર્થીઓને કલાસમાં બેસાડયા

રાજકોટ તા.૧૩ : કોરોના મહામારીના ૯ મહિના બાદ ધો.૧૦ અને ૧૨ની શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમાં શાળાએ જવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના ગેઇટ પાસે થર્મલ ગનથી વિદ્યાર્થીઓને ચેક કરીને સેનેટરાઇઝ બાદ શાળામાં પ્રવેશ અપાયો હતો. કલાસરૂમમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડીસ્ટન્સ સાથે બેસાડીને અભ્યાસ શરૂ કરાવ્યો હતો.

(12:02 pm IST)