સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

ઉના પાસે દીવથી કારમાં ઇંગ્લીશ દારૂની ૪૮ બોટલ લાવતો પોરબંદરનો શખ્સ ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૩ :.. ઉના પોલીસે દીવથી કારમાં ઇગ્લીશ દારૂની ૪૮ બોટલ લાવતા પોરબંદરના ગોવિંદ બાદરશાહીને પકડી પાડેલ છે.

પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ પી. જાનીને બાતમી મળતા હેડ કોન્સ્ટેબલ પી. પી. બાંભણીયા, કોન્સ્ટેબલ અનિલભાઇ ભુપતભાઇ, ધર્મેન્દ્રસિંહ હરાજ, સંદિપભાઇ વલ્લભભાઇએ એક મોટર કાર જી.જે.-૦૪ સીએ ૧૪૯૧ વાળી દિવથી આવતી હતી ત્યારે રોકાવી ચાલક કેતનભાઇ ગોવિંદ બાદરસારી જાતે ખારવા ઉ.૪૦ રે. પોરબંદર મોટર કારમાં છૂપાવેલ પરપ્રાંતનો વિદેશી દારૂની બોટલ નંગ-૪૮ રૂ. ૧૯ર૦૦ ત્થા મોટર કાર મળી કુલ ર લાખ ૧૯ર૦૦ મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(12:02 pm IST)