સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

ભાવનગરમાં ૫૦૦ અને ૨૦૦ની નકલી નોટ ઝડપાઇ

૬૩,૩૦૦નાં મુદ્દામાલ સાથે સલમાન મેમણની ધરપકડ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩:  ભાવનગર રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર આર.એચ.બાર તથા સ્‍ટાફે સફળ ઓપરેશન કરી રૂપિયા ૬૩,૩૦૦/- ની ૫૦૦ તથા ૨૦૦ ના દરની ભારતીય ચલણી બનાવટી નોટો સાથે ભાવનગર, હલુરીયા ચોકમાંથી એક ઇસમને ઝડપી પાડેલ છે.

આ બનાવની વિગત એવી છે કે ભાવનગર આર.આર.સેલના સ્‍ટાફના માણસોને મળેલ બાતમી આધારે આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્‍કોર્ડના અધિકારી તથા સ્‍ટાફે સફળ ઓપરેશન કરેલે જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી સલમાન સલીમભાઇ પીરાણી રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાના ભાવનગર વાળો હલુરીયા ચોક ખાતે ડુપ્‍લીકેટ નોટો વટાવવા આવેલ છે. જે બાતમી આધારે આરોપી સલમાનભાઇ સલીમભાઇ પીરાણી/મેમણ ઉ.વ.૨૮, ધંધો-કમ્‍પાઉન્‍ડર રહેવાસી-જોગીવાડની ટાંકી, રૂવાપરી રોડ મેમણ જમાતખાનામાં ભાવનગર વાળાને ઝડપી પાડેલ આરોપી પાસેથી બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા ૬૩,૩૦૦/- ની ઝડપી પાડેલ જેમા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૭૩ તથા રૂપિયા ૨૦૦ ના દરની નોટ નંગ-૧૩૪ છે. તેમજ આરોપી પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૫૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્‍ધમાં કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્‍ટેશનમાં આ બાબતે હેડકોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ગોહીલ નાઓએ ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ હતો.

આ સમગ્ર કાર્યવાહી દરમ્‍યાન એફ.એસ.એલ. અધિકારીશ્રી આર.સી.પંડયા દ્રારા નોટોનુ પરીક્ષણ કરી ઉત્‍ક્રુષ્ટ માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.

આમ ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્‍કોર્ડએ સફળ ઓપરેશન કરી ભારતીય અર્થતંત્રને નુકશાન પહોચાડી ખોખલુ કરવાનો બદઇરાદો રાખનાર ઇસમને બનાવટી નોટો સાથે ઝડપી પાડેલ છે.

આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર આર.એચ.બાર તથા સ્‍ટાફના માણસો એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડ કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ગોહિલ તથા જીતેન્‍દ્રસિંહ જાડેજા તથા અર્જુનસિંહ ગોહીલ તથા પોલીસ કોન્‍સ. સોહિલભાઇ ચોકીયા તથા જગદેવસિંહ ઝાલા તથા નિતિનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી જોડાયા હતા.

(11:23 am IST)