સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

કાલે સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

આકાશમાં સર્જાશે પતંગની રંગોળી : ગૌમાતાને ઘાસચારો : ગરીબ - જરૂરીયાતમંદો માટે દાનનો પ્રવાહ વહેશે : કોરોના મહામારી નડશે

પ્રથમ તસ્‍વીરમાં મેંદરડામાં અવનવી પતંગો, બીજી અને ત્રીજી તસ્‍વીરમાં આટકોટમાં મિટીંગ તથા ચોથી તસ્‍વીરમાં ધોરાજીમાં પતંગનું વિતરણ કરાયું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવશે. જો કે આ વખતે કોરોના મહામારીની અસર વર્તાશે.

કાલે સવારથી આકાશમાં અવનવી પતંગોની રંગોળી સર્જાશે અને ગૌમાતાને ઘાસચારો, ગરીબ - જરૂરીયાતમંદો માટે દાનનો પ્રવાહ વહેશે.

ભાવનગર

દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ૫ક્ષીઓને પતંગના દોરાથી ઇજા/મૃત્‍યુના બનાવો ઓછામાં ઓછા બને અને કોઇ ઘાયલ પશુ કે પક્ષી સારવાર વીના ન રહે તે માટે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.જે સંદર્ભે અધિક નિવાસી કલેકટર ઉમેશ વ્‍યાસના અધ્‍યક્ષ સ્‍થાને બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કરૂણા અભિયાનને લગતી તમામ પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ માર્ગદર્શન કરાયું હતું.વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દરેક નાગરિકો, સ્‍વયંસેવકો અને વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.

આ અંગે વધુ વિગત આપતા એ.સી.એફ. વિજય રાઠોડે જણાવ્‍યું હતું કે આ અભિયાન મુખ્‍ય ત્રણ તબકકામાં હાથ ધરવાનું આયોજન થયેલ છે. જેમાં પ્રથમ તબકકામાં જાહેર જનતાને ઉત્તરાયણની ઉજવણી કોઇ પ્રાણી કે પક્ષી માટે ઘાતક ન બને તે માટે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાવવા માટે અપીલ કરવામાં આવી છે. મોટા ભાગે પક્ષીઓ વહેલી સવારે કે મોડી સાંજે નિવાસ સ્‍થાન તરફ વિચરતા હોય છે. ભાવનગર શહેરમાં ગંગાજળીયા તળાવ અને ગૌરીશંકર તળાવ આસપાસ પક્ષીઓ વૃક્ષ પર માળા પણ કરતા હોય છે. માળા પર બેસેલ બચ્‍ચાઓ પતંગના દોરાથી ઘાયલ થવાના બનાવો વઘુ જોવા મળે છે. તેથી આ વિસ્‍તારમાં પતંગ ઉડાવતા સમયે ખાસ ધ્‍યાન આપવા અનુરોધ કરવામાં આવે છે. ચાઇનીઝ માંઝો પણ ખૂબ જ ઘાતક હોવાથી જાહેરનામુ બહાર પાડી તેના પર પ્રતિબંધ જાહેર કરેલ હોઇ કોઇપણ જગ્‍યાએ ચાઇનીઝ માંઝો વેચવા કે ખરીદવા નહી. જો કોઇ જાહેરનામાનો ભંગ કરતા પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્‍યું હતું.

બીજા તબકકામાં ઉજવણી દરમીયાન પતંગના દોરાથી ઇજા પામેલ પ્રાણી કે પક્ષીને સારવાર માટે તાત્‍કાલિક નજીકનાં રીસીવીંગ સેન્‍ટર પર પહોંચતા કરવા કે જેથી તેની યોગ્‍ય સારવાર વેટરનરી ઓફીસર દ્વારા કરી શકાય અને તેનો જીવ બચાવી શકાય. આ માટે દરેક તાલુકા કક્ષાએ કન્‍ટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે.

ટેલિફોન નંબરો

ભાવનગર માટે ૦૨૭૮-૨૪૩૭૧૫૧, ૯૮૨૫૫ ૦૫૦૯૮, ૬૩૫૨૫ ૮૧૧૦૨, મહુવા- ૭૬૯૮૩ ૩૪૭૫૫, સિહોર- ૦૨૮૪૬-૨૨૩૫૧૪, પાલીતાણા- ૯૯૨૪૮ ૬૮૪૭૨, તળાજા- ૦૨૮૪૨-૨૨૩૨૫૬, વલ્લભીપુર- ૯૭૨૩૫ ૬૩૬૮૭, જેસર- ૭૯૮૪૭ ૭૯૬૮૬, ૮૩૨૦૬ ૦૯૯૫૪, ગારીયાધાર- ૮૦૦૦૫ ૬૭૭૧૦, ઉમરાળા- ૬૩૫૭૦ ૮૭૧૭૨, ઘોઘા- ૦૨૭૮-૨૮૮૨૨૩૪ છે.

મેંદરડા

(ગૌતમ શેઠ દ્વારા) મેંદરડા : આગામી મકરસંક્રાંતિના તહેવાર ઉજવી કોરોના મહામારી ભુલી ને પતંગોત્‍સવ ઉજવવા પતંગરસિયાઓ માં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. મેંદરડા શહેરમાં પતંગો નાં વેપારીઓ દ્વારા મંડપો ઉભાં કરી અવનવી પતંગો,ફિરકીઓ, બ્‍યુગલો, મોઢાં પર પહેરવાં નાં માસ્‍ક ધુમ મચાવી રહ્યાં છે . કોરોના મહામારી વચ્‍ચે શાળા કોલેજો બંધ છે ત્‍યારે યુવાનો આ વર્ષે પેટ ભરીને પતંગો ચગાવવાની મજા માણશે. કેશોદ શહેરમાં પતંગોત્‍સવ ઉજવવા પતંગરસિયાઓ વહેલી સવારથી જ અગાશી પર ચડીને ગીતો ની સુરાવલીઓ સાથે આનંદ ઉઠાવે છે. મેંદરડા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ધીમે ધીમે પતંગો ચગાવવાનો સિલસિલો ચાલુ થતાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વેપારીઓ દ્વારા પતંગો ની દુકાનો શરૂ કરવામાં આવેલ છે. આ વર્ષે કોરોના મહામારી વચ્‍ચે પતંગો નાં ભાવમાં નહિવત વધારો થયો છે ત્‍યારે શહેરીજનો ઉત્‍સાહભેર લાભ ઉઠાવી રહ્યાં છે. આ વર્ષે સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓ યોજાવાની છે ત્‍યારે રાજકીય પક્ષો દ્વારા પણ પતંગો નાં માધ્‍યમથી ચુંટણી પ્રચાર નો પ્રારંભ કરવામાં આવે તો નવાઈ નહીં. ચગાવવાની પ્રણાલી છે. મેંદરડા શહેરમાં અત્‍યારથી જ આકાશમાં પતંગો ઉડવા લાગી છે અને યુવાનો મજા લુંટી રહ્યો છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : પોલીસ દ્વારા મકરસંક્રાતિના તહેવારની ઉજવણી સંદર્ભે કોઈ અનિચ્‍છનિય ઘટના ન બને તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે હેતુથી તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ તથા કલેકટર રાજકોટના જાહેરનામાની અમલવારી થાય તે માટે આટકોટ ના આગેવાનો તેમજ પતંગ, દોરીનો વેપાર કરનાર વિક્રેતા સાથે મિટિંગ રાખવામાં આવેલ હતી. જેમાં ઉપરોક્‍ત સૂચનાઓ તથા ગાઈડ લાઈનની માહિતી આપવામાં આવી હતી વેપારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આટકોટ પીએસઆઈ કે પી મેતા સરપંચ દેવશીભાઈ ખોખરીયા ગામમાં વેપારીઓ ગ્રામ પંચાયતના સભ્‍યો સહિતના ગામલોકો હાજરી આપી હતી.

ધોરાજી

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ધોરાજીમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ કુંભારવાડા ધોરાજી દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે બાળકોને વિનામૂલ્‍યે પતંગ વિતરણ ધોરાજીના મામલતદાર શ્રી જોલાપરા તથા ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધાની ઉપસ્‍થિતિમાં કરેલ જેમાં આશરે સંસ્‍થા દ્વારા બે હજારથી પણ વધારે પતંગ નું વિતરણ કરેલ જેમાં આશરે ૩૦૦ બાળકોએ લાભ લીધેલ તેમજ ટ્રસ્‍ટ દ્વારા બાળકોને તથા વાલીઓને સમજણ આપી જણાવેલ કે ઈલેક્‍ટ્રીક તાર થી દૂર રહેવું તેમજ કપાયેલા પતંગ પાછળ દોડવું નહીં તેમજ વહેલી સવારે તેમજ ઢળતી સાંજના સમયે પતંગ ઉડાડવી નહીં જેથી કરીને પક્ષીઓને ઇજા ન થાય આ સફળ બનાવવા એ વી બાલધા દિનેશ ઠુમર ચેતન બાલધા શૈલેષ બાલધા જેન્‍તી બાલધા વગેરે નાના-મોટા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

ઉત્તરાણ નિમિતે લોકોના પતંગો ચગાવતા હોય અને પતંગોના દોરામાં નિર્દોષ પંખીઓને ઇજાઓ થાય છે અને તે અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા કરૂણા અભિયાનના ભાગરૂપે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા ૯૮૯૮૭ ૦૧૭૭૪, ભોલાભાઇ સોલંકી ૯૮૯૮૭ ૧૫૭૭૫ તથા કલ્‍પેશભાઇ શીંગાળા ૯૯૨૫૯ ૩૧૮૪૪ સહિતના સેવાભાવીઓ માનવ સેવાની એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ધોરાજી શહેરમાં પક્ષીઓ દોરામાં ઘાયલ થાય તો આ નંબર પર જાણ કરવા વિનંતી કરાય છે. આ અંગે પશુ દવાખાના અને વનવિભાગ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

આ તકે માનવ સેવા યુવક મંડળ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવે છે. સાંજ પડે ત્‍યારે જ પતંગો ચગાવી જેથી નિર્દોષ પક્ષીઓને ઇજાઓ ન પહોંચે. આ પક્ષીઓ માટેની સેવાઓ ઉત્તરાણ નિમિતે ચાલુ કરાય છે એમ માનવ સેવા યુવક મંડળની યાદીમાં જણાવેલ છે

(10:35 am IST)