સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

સર્વત્ર પારો ઉંચો ઠંડીમાં ભારે રાહત

માત્ર ગિરનાર પર્વત ૭.૮, નલીયા-૮ ડીગ્રીઃ અન્‍યત્ર ૧૧થી ૧પ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૧ર : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં સર્વત્ર ઠંડીમાં ભારે રાહત થઇ છે અને સર્વત્ર પારો ઉંચો આવ્‍યો છે.

આજે સવારે માત્ર ગિરનાર પર્વત ઉપર ૭.૮ ડીગ્રી, નલીયામાં ૮ ડીગ્રી જયારે રાજકોટમાં ૧ર.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અન્‍યત્ર ૧૧થી ૧પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : સોરઠમાં આજે ઠાર સાથે ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું. ગિરનાર પર ૭.૯ ડીગ્રી ઠંડી રહી હતી.  જૂનાગઢમાં સોમવારની સવારે લઘુતમ તાપમાન ૧૩.૬ ડીગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો નીચે ઉતરીને ૧ર.૯ ડીગ્રીએ સ્‍થિર થયો હતો. જેના પરિણામે જુનાગઢ વિસ્‍તારમાં ઠંડી અનુભવાઇ હતી.  આજે ગિરનાર પર પણ ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગિરનાર પર્વતીય વિસ્‍તારમાં તાપમાન ૭.૯ ડીગ્રી રહેતા તીવ્ર ઠંડીનો સામનો કરવો પડયો હતો.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા રહેલ. પ.૮ કિમીની ઝડપે ઠંડો ફુંકાતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું

 

ક્‍યાં કેટલી ઠંડી

શહેર          લઘુત્તમ તાપમાન

અમદાવાદ    ૧૬.૪ ડિગ્રી

ડીસા          ૧૧.૪ ,,

વડોદરા       ૧૭.૦ ,,

સુરત         ૧૮.૮ ,,

રાજકોટ       ૧૨.૮ ,,

ગિરનાર પર્વત      ૭.૯        ,,

કેશોદ         ૧૩.૨ ,,

ભાવનગર     ૧૬.૨ ,,

પોરબંદર     ૧૩.૩ ,,

વેરાવળ       ૧૭.૩ ,,

દ્વારકા         ૧૫.૯ ,,

ઓખા         ૧૮.૬ ,,

ભુજ           ૧૨.૧ ,,

નલીયા        ૮.૦   ,,

સુરેન્‍દ્રનગર    ૧૩.૦ ,,

ન્‍યુ કંડલા     ૧૩.૯ ,,

કંડલા એરપોર્ટ     ૧૧.૬       ,,

અમરેલી      ૧૫.૨ ,,

ગાંધીનગર    ૧૪.૦ ,,

મહુવા         ૧૭.૫ ,,

દિવ          ૧૮.૬ ,,

વલસાડ       ૧૪.૫ ,,

વલ્લભ વિદ્યાનગર      ૧૫.૮  ,,

(11:40 am IST)