સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th January 2020

બગવદર રોડ પર રિક્ષા પલ્ટી ઝુંડાળાના આકાશ સોઢાનું મોત

રાજકોટઃ પોરબંદરના બગવદર રોડ પર ૨૭મી ડિસેમ્બરના રોજ પિયાગો રિક્ષા પલ્ટી મારી જતાં ચાર મજૂરોને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામનાર પોરબંદરના ઝુંડાળાના આકાશ માલદેભાઇ સોઢા (રાવળદેવ) (ઉ.વ.૨૫)નું સંક્રાંતની સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

 

(1:04 pm IST)